દિલ્હી એક્ઝિબિશનમાં ઓળખાણ થયા પછી ઓર્ડર આપી કાપડનો માલ લીધો, રૂપિયા ચૂકવ્યા વિના સમ્પર્ક તોડી નાંખ્યા
સુરત, 24 જુલાઈ (હિ.સ.)-સુરત કડોદરા રોડ, સારોલી સ્થિત વિકાસ લોજિસ્ટિક પાર્કના મહાવીરમ ઈમ્પેક્ષના માલીક સહિત બે વેપારીઓ પાસેથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના વેપારીઓએ કુલ રૂપિયા 7.54 લાખનો મંડપના કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ચૂનો ચોપડતા મામલો પ
દિલ્હી એક્ઝિબિશનમાં ઓળખાણ થયા પછી ઓર્ડર આપી કાપડનો માલ લીધો, રૂપિયા ચૂકવ્યા વિના સમ્પર્ક તોડી નાંખ્યા


સુરત, 24 જુલાઈ (હિ.સ.)-સુરત કડોદરા રોડ, સારોલી સ્થિત વિકાસ લોજિસ્ટિક પાર્કના મહાવીરમ ઈમ્પેક્ષના માલીક સહિત બે વેપારીઓ પાસેથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના વેપારીઓએ કુલ રૂપિયા 7.54 લાખનો મંડપના કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી ચૂનો ચોપડતા મામલો પોલીસમાં પહોચ્યો છે.

વેસુ કેનાલ રોડ, એલ.પી.સવાણી ઍકેડેમી સ્કૂલની બાજુમાં, સુર્યગ્રીન વ્યુ ખાતે રહેતા 33 વર્ષીય રાહુલ દિનેશકુમાર જૈન સારોલીમાં વિકાસ લોજિસ્ટિક પાર્કમાં મહાવીરમ ઈમ્પેક્ષ ફર્મના નામે ધંધો કરે છે. રાહુલ જૈનની સને 2014માં દિલ્હી ખાતે બિઝનેશ એક્ઝિબિશનમાં નિરજ શર્મા (વી.આર. હેન્ડલુમના માલીક, ગ્યાનચંદનગ, મેરઠ, ઉત્તરપ્રદેશ) અને સૌરભ સોની (રૂદ્રાંશ ટેન્ટના માલીક, એમ.જી.રોડ. ઈન્દોર, મધ્યપ્રદેશ) સાથે મુલાકાત થઈ હતી. આ બંને ઠગબાજ વેપારીઓ મોટા અને સારા વેપારી તરીકે ઓળખ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ રાહુલભાઈ પાસેથી 6 ઓગસ્ટ 2017 થી 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં નિરજ શર્માઍ રૂપિયા 71,792 અને સૌરભ સોનીએ રૂપિયા 4,24,391 નો મળી કુલ રૂપિયા 4,96,183નો મંડપના કાપડનો માલ ખરીદ્યો હતો. આ ઉપરાંત આ બંને આરોપીઓએ વર્ધમાન ક્રિએશનના ગૌતમભાઈ હનુમાનચંદ જીરાવાલા પાસેથી 1,16,250નો માલ ખરીદ્યો હતો. આ રીતે ઠગબાજ વેપારીઓએ કુલ રૂપિયા 7,54,309નો કાપડનો માલ ખરીદ્યા બાદ નક્કી કરેલ સમયમાં માલનું પેમેન્ટ નહી ચુકવી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આખરે રાહુલ જૈન દ્વારા આ અંગે ફરિયાદ નોધાવામાં આવતા સારોલી પોલીસે બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande