અરવલ્લી : મેશ્વો શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં યોજાયો 
મોડાસા, 24 જુલાઈ (હિ.સ.) અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત મેશ્વો શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ઉષાબેન ગામિત, ઈ.આઇ.જયેશભાઈ પટેલ,દશરથભાઈ નિનામા,જિલ્લા આચાર્ય સંઘના પ્ર
અરવલ્લી : મેશ્વો શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં યોજાયો 


મોડાસા, 24 જુલાઈ (હિ.સ.)

અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત મેશ્વો શાળા વિકાસ સંકુલનો માર્ગદર્શન સેમિનાર ભિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ઉષાબેન ગામિત, ઈ.આઇ.જયેશભાઈ પટેલ,દશરથભાઈ નિનામા,જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી.પટેલ,જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઇ સોની, શાળા મંડળના સંચાલક ફાધર મોઇસન,આચાર્ય ફાધર નિક્સન, તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ, નોડલ ક્ન્વીનરો દિનેશભાઈ ડાભી, લલિતભાઈ સુથાર, જયેન્દ્રભાઈ ભટ્ટ, નિકુંજભાઈ સુંદરસાથ,જે.કે.પરમાર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતોં. સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ, સાલ અને છોડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, ભિલોડા તાલુકાની ધોરણ 10 અને 12 માં શાળાનું સો ટકા પરિણામ મેળવનાર તમામ શાળાના આચાર્યશ્રીને જિલ્લા શિક્ષણા ધિકારી બહેનના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા, ભિલોડા તાલુકા આચાર્ય સંઘ દ્વારા તાલુકામાંથી નિવૃત્ત થયેલા આચાર્ય મિત્રોનું નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું,મેશ્વો શાળા વિકાસ સંકુલના તમામ આચાર્યોને કચેરીના અધિકારીઓ દ્વારા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન અપાયું હતું.અને બાળકોને મળતા તમામ લાભો અંગે ચર્ચા કરાઈ હતી.કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ઉષાબેન ગામિત દ્વારા ઉપસ્થિત આચાર્યોને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ અને બાળકોને કેન્દ્રમાં રાખી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ તે અંગે વિષદ માહિતી આપવામાં આવી હતી તેમજ નિવૃત આચાર્યઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાંકાનેર હાઇસ્કુલના આચાર્ય અનિલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું,જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંચાલક મંડળ દ્વારા સરસ મજાની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી તે બદલ ભિલોડા તાલુકાના સૌ આચાર્ય મિત્રો વતી સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .*

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande