પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન કતલખાના અને નોનવેજની લારીઓ બંધ રાખવા માટે શહેર ભાજપે ગુરુવારે શહેરના મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
ભાજપે રજૂઆતમાં જણાવ્યું કે 25 જુલાઈ 2025થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. આ સમયમાં શહેરમાં, હાઇવે પર અને જાહેર માર્ગો પર નોનવેજ વેચાણ થતું હોય છે, જેની સામે ધાર્મિક ભાવનાઓનું રક્ષણ કરવા માટે કાર્યવાહી કરવી જોઈએ.
પક્ષે માંગ કરી છે કે જાહેર માર્ગો અને શહેરના વિસ્તારોમાં નોનવેજનું વેચાણ ન થાય અને કતલખાનાઓ પણ બંધ રાખવામાં આવે તેવી તંત્ર દ્વારા યોગ્ય તકેદારી લેવાય.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર