ભાવનગર-પોરબંદર દૈનિક અને રાજકોટ-પોરબંદર દૈનિક ટ્રેનોને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ મળ્યો
ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક ટ્રેન અને ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક ટ્રેનને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે. ઉપરોક્ત બંને ટ્રેનો 25 જુલા
ભાવનગર-પોરબંદર દૈનિક અને રાજકોટ-


ભાવનગર, 24 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક ટ્રેન અને ટ્રેન નંબર 59560/59557 ભાવનગર-પોરબંદર-ભાવનગર દૈનિક ટ્રેનને તરસાઈ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપ્યો છે. ઉપરોક્ત બંને ટ્રેનો 25 જુલાઈ, 2025 (શુક્રવાર) થી તરસાઈ સ્ટેશન પર ઉભી રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વિગતો નીચે મુજબ છે:-

ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 59560 ભાવનગર ટર્મિનસ-પોરબંદર દૈનિક તરસાઈ સ્ટેશન પર 21.01 વાગ્યે પહોંચશે અને 21.02 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, પોરબંદરથી ઉપડતી ટ્રેન નં.૫૯૫૫૭ પોરબંદર-ભાવનગર ટર્મિનસ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૦૭.૪૯ વાગ્યે પહોંચશે અને ૦૭.૫૦ વાગ્યે ઉપડશે.

રાજકોટથી ઉપડતી ટ્રેન નં. ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૦.૫૨ વાગ્યે પહોંચશે અને ૧૦.૫૩ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ દૈનિક તરસાઈ સ્ટેશન પર ૧૪.૫૫ વાગ્યે પહોંચશે અને ૧૪.૫૬ વાગ્યે ઉપડશે.

ઉપરોક્ત ટ્રેનો અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande