ચંદ્રુમાણા ગામે ખેડૂત પર જાતિવાદી હુમલો, ત્રણ આરોપી સામે ગુનો
પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે અનુસૂચિત જાતિના ખેડૂત પ્રબોધ પરમાર પર જમીન વિવાદને પગલે ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. પ્રબોધભાઇ પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્ય છે. તેમણે મંડળીની જમીનમાં ગવારનું વાવે
ચંદ્રુમાણા ગામે ખેડૂત પર જાતિવાદી હુમલો, ત્રણ આરોપી સામે ગુનો


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે અનુસૂચિત જાતિના ખેડૂત પ્રબોધ પરમાર પર જમીન વિવાદને પગલે ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. પ્રબોધભાઇ પાટણ તાલુકા અનુસૂચિત જનજાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના સભ્ય છે. તેમણે મંડળીની જમીનમાં ગવારનું વાવેતર કર્યું હતું, પરંતુ બાદમાં કોઈએ ખેતરમાં એરંડાનું વાવેતર કરી દીધું, જેના કારણે તેમને અંદાજે 15,000 રૂપિયાનું નુકસાન થયું.

જ્યારે પ્રબોધભાઇ જમીનની સ્થિતિ ચકાસવા ગયા ત્યારે ત્યાં વિપુલ રબારી, શૈલેષ રબારી અને ભરત રબારી આવી પહોંચ્યા હતા. તેઓ ટ્રેક્ટર, પાવડો અને કોદાળી સાથે આવ્યા અને તેમણે પ્રબોધભાઇને જાતિવાદી અપશબ્દો કહ્યા, સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ IPC કલમો 296(2), 324(2), 329(3), 351(3), 54 અને જી.પી.એક્ટ કલમ 135 ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ), 3(1)(એફ), 3(2)(5-એ) હેઠળ ગુનો નોંધ્યો છે. પાટણ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande