ધરમપુર ગામે પાયાની સુવિધા આપવા ચારણ સમાજની રજુઆત.
પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર-રાણાવાવ નેશનલ હાઈવ પર ધરમપુરના પાટીયા પાસે ઝુપડા બાંધીને રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ચારણ સમાજના લોકો મનપા કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા તેમની માંગ રસ્તા, પાણી અને સ્ટ્રીટલ લાઈટની હતી.ધરમપુર વિસ્તારમા
ધરમપુર ગામે પાયાની સુવિધા આપવા ચારણ સમાજની રજુઆત.


ધરમપુર ગામે પાયાની સુવિધા આપવા ચારણ સમાજની રજુઆત.


ધરમપુર ગામે પાયાની સુવિધા આપવા ચારણ સમાજની રજુઆત.


ધરમપુર ગામે પાયાની સુવિધા આપવા ચારણ સમાજની રજુઆત.


પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદર-રાણાવાવ નેશનલ હાઈવ પર ધરમપુરના પાટીયા પાસે ઝુપડા બાંધીને રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ચારણ સમાજના લોકો મનપા કચેરી ખાતે રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા તેમની માંગ રસ્તા, પાણી અને સ્ટ્રીટલ લાઈટની હતી.ધરમપુર વિસ્તારમાં 150 થી વધારે ઝુપડા આવેલા છે. અને એક હાજર જેટલા ચારણ સમાજના લોકો વસવાટ કરે છે અને મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ધરમપુર ગ્રામ પંચાયત હતી તે સમયે ચારણ સમાજના લોકો દ્વારા નિયમિત વેરો ભરવામાં આવતો અને પંચાયત દ્વારા પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી આ વિસ્તારનો મનપામા સમાવેશ કરવામા આવ્યો છે. પરંતુ લાઈટ, પાણી અને સ્ટ્રીટ લાઈટની કોઈ સવિધા નથી જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક સુવિધાના મુદે ચારણ સમાજના લોકોએ મનપા કચેરી ખાતે કમિશ્નને રૂબરૂ મળી રજુઆત કરી હતી ચારણ સમાજના આગેવાનોએ એવુ જણાવ્યુ હતુ કે ગ્રામ પંચાયત દ્રારા પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હતી તેમ મનપા દ્રારા પણ સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande