વલસાડ, 24 જુલાઈ (હિ.સ.)-દિવાસો શરૂ થતા જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી
અને દેવદિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા
જોવા મળે છે. વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજના
આધુનિક યુગમાં જીવતો હોય પણ તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યા
છે. ખેતરોમાં રોપણી કર્યા બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો અષાઢ મહિનાના
છેલ્લા દિવસે એટલે કે, અમાસના રોજ દિવાસા
પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની
પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો નાળિયેર ટપ્પાનો રમોત્સવ આ દિવસે રમે છે. જે આજના
સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્રરૂપ છે.
શ્રાવણ
માસશરૂ થવાના આગલા દિવસે દિવાસાની અનેકવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે.ધરમપુરમાં આ દિવસે ખેલાતા ટપ્પા રમોત્સવને
‘‘ટપ્પા યુધ્ધ’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસાની ઉજવણી કરવા માટે ધરમપુરના
સમડી ચોક ખાતે કીડિયારૂ ઉભરાયુ હોય એમ આદિવાસી સમાજના યુવાનો અને વડીલો ઉમટી પડયા
હતા. બે દિવસ સુધી દિવાસાની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. આ બે દિવસ
ધરમપુરના બજારમાં જ્યાં જુઓ ત્યાં નારિયેળ જ જોવા
મળે છે.
આ ટપ્પા યુધ્ધ અંગે માલનપાડાના ઠાકોરભાઈ ગરાસિયા કહે છે કે, હું ૧૨ વર્ષનો હતો ત્યારથી આ રમત રમવા બજારમાં આવું છું. આજે મારા ૬૩ વર્ષ થયા
છે. આદિવાસી સમાજ માટે દિવાસો ખૂબ જ મહત્વનો તહેવાર છે. લોકો શોખ માટે આ રમત રમે
છે. આ રમતમાં બેલોકો
ભાગ લેછે. જેમાં એક વ્યકિતપોતાનું નારિયળ હાથમાં પકડી રાખે છે અને બીજો વ્યકિતપોતાના નારિયળ વડે સામે વાળાના નારિયળ ઉપર
ટપ્પો મારે
છે. જેનું નારિયળ ફૂટી જાય તે સ્પર્ધક હારી જાય છેઅને તેનુ નાળિયેર વિજેતાને આપી દે છે. આ સમયે અન્ય લોકો
બંને પક્ષને જીતાડવા માટે ઉત્સાહ વધારે છે.
કાકડકુવા ગામના પ્રેમાભાઈ સી.ચૌધરી જણાવે છે કે, આદિવાસી સમાજમાં એવી લોકવાયકા છે કે,આ ટપ્પા રમતમાં
આત્મીયતાનો ભાવ રહેલો છે. ધરમપુર અને તેના આસપાસના વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ અહી આવે છે એક બીજાને મળે છે અનેટપ્પા રમત રમી દિવાસાના તહેવારની ઉજવણીનો અનેરો લ્હાવો લે છે. આદિવાસી સમાજ પોતાની પરંપરા જાળવી
રાખવા માટે દર વર્ષેઆ ટપ્પા રમત રમે છે.
ધરમપુરના આદિવાસી સમાજના આગેવાન ડો. હેમંત પટેલ જણાવે છે કે, આદિવાસી ભેરૂઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરવાની પરંપરા
નિભાવે છે. આદિવાસી સમાજમાં વિવિધ તહેવારોની ઉજવણીનો પ્રારંભ
દિવાસા સાથે કરે છે. નાળિયેરને પવિત્ર માની આદિકાળથી ટપ્પા રમત રમાઈ છે. પહેલા
ધરતી માતાને નાળિયેરનું પાણી અર્પણ કરી તુટેલા નાળિયેર પ્રસાદી તરીકે વહેંચે છે.
અહીં દરેક વર્ગના લોકો આ રમતમાં ભાગ લે છે. આજની નવી પેઢીના યુવાનો માટે આ ટપ્પા
રમત પોતાની સંસ્કૃતિનું ગૌરવ સમાન ગણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે