જામનગરમાં લોકમેળાના આયોજન અંગે કોંગ્રેસનો વિરોધ : કોર્પોરેશનમાં ધરણાં કર્યા
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળા આયોજન સામે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને મનાપા વિરોધપક્ષના નેતાની આગેવાનીમાં સ્ટેન્ડિંગ કમિટી સામે આંખે કાળી પટ્ટી સાથે અંધેરીનગરી ગડુ રાજા જેવા સૂત્રો નવતર વિરોધ પ
સ્ટેન્ડિંગ


જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળા આયોજન સામે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને મનાપા વિરોધપક્ષના નેતાની આગેવાનીમાં સ્ટેન્ડિંગ કમિટી સામે આંખે કાળી પટ્ટી સાથે અંધેરીનગરી ગડુ રાજા જેવા સૂત્રો નવતર વિરોધ પ્રદશર્ન કરેલ હતું. મેળાને લઈ કોઈપણ જાનહાની કે નુકશાન અંગે સોગદનામું કરવાની માંગ કરી હતી.

જામનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીમાં મેળાના આયોજન અંગે મજૂરી આપવાના છે. જે સામે જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગ્ગુભા અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદાની આગેવાની હેઠળ નવતર વિરોધ પ્રદશર્ન કરેલ હતું. કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરોએ આંખે કાળી પટ્ટી અને હાથમાં ફાનસ સાથે ભાજપના સત્તાધીશો વિરોધ સૂત્રો પોકારેલ હતા. અંધેરી નગરી ગડુ રાજા નારા લગાવી દેખાવ કરેલ હતા.

જામનગર મહાનગરપાલિકા સ્ટે-કમિટી દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી મેળો કરવા આયોજન કરેલ પરંતુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસ.ટી ડેપો હોય બાજુમાં ખુબજ ટૂંકી જગ્યા હોય તેમાં મેળો કરવામાં આવે છે.

તેમાં કોઈ પણ બનાવ બને કે કોઇપણ જાનહાની થાય લોકોને કોઈ નુકશાન થાય કે જાનહાની થાય તે માટે જવાબદાર કોણ ? કારણકે રાજકોટમાં ગેમઝોન જેવી ગંભીર ઘટના થયેલ તેમાં દોષનો ટોપલો અધિકારીઓ ઉપર નાખવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા સતાધીશોની અન-આવડત ના કારણે લોકોને ભારે હાલાકી કરવી પડે છે.

તળાવની નાની માછલીઓને મારીને મોટા મગર-મચ્છ બચાવી લેવામાં આવે છે. જેવા સતાધીશો સ્ટે-કમિટી સોગંદનામું કે જાહેર કરે કે તેમાં કોઈ પણ બનાવ બને કોઈ જાનહાની થાય તે માટે જવાબદાર કોણ તેનું સોગંદનામું જાહેર કરે તેવી માંગ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. આ દેખાવમાં કોંગ્રેસના આગેવાનો તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકરો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande