સુરતના દલાલ સહિત યુપીના 21 વેપારીઓ સામે ગુનો નોંધાયો
સુરત, 24 જુલાઈ (હિ.સ.)-સચીન જીઆઈડીસી રોડ નં- 58 ખાતે આવેલ વિગ વિવ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી સાત મહિનામાં ટુકડે ટુકડે કરી સ્થાનિક દલાલ સાથે મળી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના 21 જેટલા વેપારીઓએ કુલ રૂપિયા 4.79 કરોડનો કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા નહી
સુરતના દલાલ સહિત યુપીના 21 વેપારીઓ સામે ગુનો નોંધાયો


સુરત, 24 જુલાઈ (હિ.સ.)-સચીન જીઆઈડીસી રોડ નં- 58 ખાતે આવેલ વિગ વિવ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી સાત મહિનામાં ટુકડે ટુકડે કરી સ્થાનિક દલાલ સાથે મળી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના 21 જેટલા વેપારીઓએ કુલ રૂપિયા 4.79 કરોડનો

કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા નહી ચુકવી છેતરપિંડી કરતા ફેકટરીનો માલીક દોડતો થયો છે. પોલીસે ફેકટરીના માલીકની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ઠગબાજ વેપારીઓને ઝડપી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

સચીન જીઆઈડીસી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેસુ, આગમ વીવીયાનાની સામે, ફ્લોરેન્સ બિલ્ડિંગમાં રહેતા 48 વર્ષીય અમિત સુરજ મોહન વિગ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. મૂળ દિલ્હીના અમિતભાઈ સચીન જીઆઈડીસીમાં વિગ વિવ્સ પ્રાઈવેટ લિમિટેડ ફર્મના નામથી ફેકટરી ચલાવે છે. સમયસર પેમેન્ટ આપી દેવાના વિશ્વાસ અને ભરોસો આપ્યા બાદ તેમની પાસેથી વેસુમાં શૂંગાર રેસીડેન્સીમાં રહેતા કાપડ દલાલ દ્રોન રવિ ખન્ના એ ઉત્તરપ્રદેશના કાપડ દલાલ રાજેશ ખન્ના, રવિ ખન્ના સાથે મળી જાન્યુઆરી 2024 થી જુલાઈ 2024 સુધીમાં ઉત્તરપ્રદેશના કાનપુર, મેરઠ, સીતાપુર, જોધપુર અને પ્રયાગરાજના સહિતના વિસ્તારના 17 જેટલા વેપારીઅો કુલ રૂપિયા 4,79,44,545 ના મત્તાનો કાપડનો ઓર્ડર આપ્યો હતો. તેમજ ઉધારીમાં આપેલ ઓર્ડરનો માલ વેપારીઓએ અમિત વિગની ગેરહાજરીમાં મેળવ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓએ માલનું પેમેન્ટ નહી ચૂકવતા અમિત વિગ દ્વારા ઉઘરાણી કરતા વેપારીઓએ ખોટા ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી માલ રૂપિયા ચુકવ્યા ન હતા. બીજી તરફ સુરતના કાપડ દલાલ દ્રોન ખન્નાએ પણ પેમન્ટ ચૂકવવા માંથી હાથ ઉંચા કરી દીધા હતા. અમિત વિગને ખ્યાલ આવી ગયો કે કાપડ દલાલ અને વેપારીઓએ એકબીજાની મદદથી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અને આ મામલે તેઓએ ગતરોજ ફરિયાદ નોધાવતા સચીન જીઆઈડીસી પોલીસે તેમની ફરિયાદને આધારે તમામ 21 આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ

દ્રોન રવિ ખન્ના (રહે, શૂંગાર રેસીડેન્સી, વેસુ, સુરત), ઝકિયા(ઝરીના ફાતીમા દુપટ્ટાના પ્રોપરાઈટર, કાનપુર), મોહમદ શાહનવાજ(અલ વાહીદી ટ્રેડર્સ, કાનપુર ), સાકીબ (અલ વાહીદી ટ્રેડર્સ,કાનપુર), નફીસ(હાઝી નફીસ ક્લોથ હાઉસ, મેરઠ)મોહમદ જુનેદ, (ખદીજા ફેબ્રિક્સ,ખજીદા ફેબ્રીક, મંજુરનગર, મેરટ), મોહમદ ઇસ્તિયાક( લક્ઝરી ટર્મિનલ, સીતાપુર), મુઝીબુલ્લાહ(નેહા ટ્રેડર્સ, અહલાદગંજ, પ્રયાગરાજ), સદામ ( નેહા ટ્રેડર્સ, અહલાદગંજ પ્રયાગરાજ), મોહમદ એહતીસામ જારસી (આઈઆર ટ્રેડર્સ, કાનપુર), મોહમદ જમાલ અખ્તર ( નુરીક ક્લોથ,કાનપુર), ફાઝીલ મઝીદ (આએઝાહ ટેક્ષટાઈલ્સ, કાનપુર), મેરાજ અહેમદ(અંસારી દુપટ્ટા હાઉસ, કાનપુર), ઈરફાન અંસારી (મહેતાબ દુપટ્ટા એન્ડ હેન્ડલુમ, સીતાપુર), આફતાબ આલમ (અલ મોહમદ દુપટ્ટા ટ્રેડર્સ, કાનપુર), રાજેશ ખન્ના (દલાલ, કાનપુર), રવિ બ્રીજમોહન ખન્ના (કાપડ દલાલ, સીતાપુર),મોહમદ ઝહિર (એફ.એસ.ટેક્ષટાઈલ્સ, જોધપુર, રાજસ્થાન), મોહમદ અફઝલ (એફ.એસ.ટેક્ષટાઈલ્સ, જાધપુર, રાજસ્થાન) અને રઈશ (એફ.એસ.ટેક્ષટાઈલ્સ, પાલરોડ, જાધપુર, રાજસ્થાન)

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande