પશ્ચિમ રેલવેના 9 સ્ટેશનો પર EV ચાર્જિંગ સ્ટેશન, મહેસાણામાં સૌથી મોટું કેન્દ્ર બનશે
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે. આમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળી સ્ટેશનોનો સમ
પશ્ચિમ રેલવેના 9 સ્ટેશનો પર EV ચાર્જિંગ સ્ટેશન, મહેસાણામાં સૌથી મોટું કેન્દ્ર બનશે


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે. આમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળી સ્ટેશનોનો સમાવેશ થાય છે. દરેક સ્થળે 15x30 ફૂટથી લઈને 94x76 ફૂટ વિસ્તાર સુધી ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરાશે.

મહેસાણા રેલવે સ્ટેશન પર TRD ઓફિસ નજીક બનતું 7,144 ચોરસ ફૂટનું EV ચાર્જિંગ સ્ટેશન સૌથી મોટું હશે. તમામ સ્ટેશનો માટે તાજેતરમાં રેલવે વિભાગે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને પાંચ વર્ષ માટે સંચાલન-જાળવણીની જવાબદારી એજન્સીને સોંપાશે.

વપરાશકર્તાઓ માટે અહીં પિયાનું પાણી અને વોશરૂમ જેવી સુવિધાઓ રહેશે. દરેક ચાર્જિંગ પોઈન્ટ પર 5 થી 10થી વધુ ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે, જે રેલવેના ક્લીન એન્ડ ગ્રીન અભિયાનને આગળ ધપાવતું મહત્વનું પગલું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande