મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયક સાહિત્યનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા વેદ, ઉપનિષદ, પુરાણો, સંસ્કૃતિ અને સંસ્કાર સહિતના અનેક વિષયો પર આધારિત પુસ્તકો જનસામાન્ય સુધી પહોંચાડવાનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
આ અભિયાનને વધુ વિસ્તૃત કરવા ત્રિપદા આરોગ્ય અને શૈક્ષણિક ચેરિટેબલ ટ્રસ્ટ, સોલા–અમદાવાદના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેઓ દ્વારા ગુરુદેવના વિચારોને પવિત્ર શ્રાવણ માસમાં દેશના મુખ્ય તીર્થસ્થળો સુધી લઈ જવા માટે વિશેષ સાહિત્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR