ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલે માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહીં કે ઘૂસણખોરી કરવા તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવુ કોઈ કૃત્ય કરવાં પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.આ જાહેરનામું તા.૨૪/૦૭/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાયસંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ