ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદના કારણે નુકસાન પામેલા માર્ગ અને પુલોના દુરસ્તીકરણ વિશે વિગતવાર માહિતી મેળવી સત્વરે તમામ કામગીરી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા છે.
જે અંતર્ગત ઉના માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઈવેથી લામધાર શાહડેસર ગુપ્તપ્રયાગ દેલવાડા રોડ પર મેન્યુલ બી.એસ.જી. પેચ વર્કની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, વાહનચાલકોને કોઈ અગવડતા ન પડે એ માટે માર્ગ અને મકાન પેટા વિભાગ (પંચાયત) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ