ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં આજે વહેલી સવારથી વાતાવરણ વચ્ચે વરસાદીમાં માહોલ હોય ઘણા લાંબા ટાઈમથી વરસાદે વિરામ લીધો હોય ત્યારે ખેડૂતોને ચોમાસુ પાક જેવા કે મગફળી સોયાબીન જેવા પાકો માં પાણીની ખાસ જરૂરિયાત ઊભી થઈ હોય અને અને ખેડૂતોના વાવેલ મગફળી માં પણ સૂકા જેવા રોગો દેખાતા હોય અને ખેડૂતોએ વાવેલા મોલ સુકાતા હોય ત્યારે આજે વહેલી સવાર થી સુત્રાપાડા પંથકમાં ધીમીધારે વરસાદ જોવા મળતા ખેડૂતોને એક આશા જીવંત થઈ રહી ખેડૂતોને આશા છે કે વરસાદ થાય અને મોલને નવું જીવનદાન મળે તેવું હાલ તો ખેડૂતો આશા બંધાય છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ