ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) સુત્રાપાડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે ઘામળેજ ગામે વાડી વિસ્તારમાં દરોડો પાડી સફળ ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડી, કુલ રૂ. 86070/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી સાથે બે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં જુનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર-સોમનાથના જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાના આશયથી સૂચિત પગલાં લેવામાં આવ્યા હતા.
સુત્રાપાડા ઇન્ચાર્જ પો.સબ ઇન્સ્પેક્ટર આર.એચ. લોહના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફ પો.હેડ કોન્સ્ટેબલ જગદિશસિંહ ગોહીલ, પો.કોન્સ્ટેબલ હરેશભાઈ વાઝા, રોહીતભાઈ ઝાલા તથા ઘામળેજ બીટના જમાદાર એ એસ આઈ કિરીટસિંહ રાઠોડ વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ઘામળેજ ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ઓરડીમાં તપાસ કરતા અલગ અલગ પ્લાસ્ટિકના બાચકાઓમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા જે મુદ્દામાલની કુલ રૂ. 86,070/- ની કિંમતનો દારૂ મળી આવ્યો. ઘામળેજ ગામે જે જગ્યાએ ઇંગ્લિશ દારૂની રેડ કરવામાં આવી તે ઘટનાસ્થળેથી આરોપી નીઅટક કરી તેમના વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
સમગ્ર કાર્યવાહી સુત્રાપાડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ અને ઘામળેજ બીજ જમાદાર દ્વારા એકત્રીત કોશિશથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવી છે.
અગાઉથી પણ અલગ અલગ સ્થળે દારૂના જથ્થા પકડી પગલાં ભરતા, સુત્રાપાડા પોલીસ સંકલ્પબદ્ધ છે કે અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ