ગીર સોમનાથ ઊંટવાળાથી લુવારી મોલી રોડનું પેચવર્ક કરાયું
ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય અને રોડ-રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યાં છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ઊના પે
ઊંટવાળાથી લુવારી મોલી રોડનું પેચવર્ક


ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આવેલા પુલોનું સમારકામ થાય અને રોડ-રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ થાય તે માટેના નિર્દેશો આપવામાં આવ્યાં છે.

જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ઊના પેટા વિભાગના રાજ્ય માર્ગથી ઊંટવાળાથી લુવારી મોલી રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પ્રભારી સચિવ જેનુ દેવને પુલોની પ્રત્યક્ષ મુલાકાત લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત સંલગ્ન વિભાગોને જે માર્ગો અને પુલોના સમારકામનું કામ પ્રગતિ હેઠળ હોય તો સત્વરે તેનું કામ પૂર્ણ કરવા, રોડ-રસ્તાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કામગીરીનું સતત મોનિટરીંગ કરવા સહિતના સૂચનો કર્યા હતાં.

જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં અનેક સ્થળોએ સત્વરે કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande