પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ શિબિર યોજાઈ
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : વિસનગર તાલુકાના પ્રતાપપુરા અને લાછડી ગામે આજે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ યોજના હેઠળ ખેડૂત શિબિરનું આયોજન ભરતભાઈ ચૌધરીના પ્રાકૃતિક બાગાયત ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન હાજર રહેલા ખેડૂત ભાઈ-બહેનો માટે બાગાયત અને પ્
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ શિબિર યોજાઈ


પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ શિબિર યોજાઈ


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : વિસનગર તાલુકાના પ્રતાપપુરા અને લાછડી ગામે આજે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ યોજના હેઠળ ખેડૂત શિબિરનું આયોજન ભરતભાઈ ચૌધરીના પ્રાકૃતિક બાગાયત ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન હાજર રહેલા ખેડૂત ભાઈ-બહેનો માટે બાગાયત અને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ પર ઉપયોગી માહિતી આપવામાં આવી.

શિબિરના શરૂઆતમાં ખેડૂતોએ ફાર્મની મુલાકાત લઈ ફળ પાકોની વ્યવસ્થા તેમજ પ્રાકૃતિક પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ બાગાયત અધિકારી નયનભાઈ સોંદરવાએ બાગાયત ખાતાની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી. અધિકારી વિલાસભાઈ પટેલે લીંબુ, મોસંબી જેવા ફળ પાકોની ખેતી અંગે માર્ગદર્શન આપ્યું.

પ્રાકૃતિક ખેતીના સંયોજક હરેશભાઈ પટેલે આ પદ્ધતિના લાભો પર પ્રકાશ પાડ્યો હતો અને ખેડૂત ભરતભાઈ ચૌધરીએ કેનિંગ યોજના વિશે જાણકારી આપી. કડા ગામના જાણીતા પ્રાકૃતિક ખેડૂત પીન્ટુભાઈએ પોતાના અનુભવો શેર કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી.

આ શિબિરમાં નાયબ બાગાયત નિયામક નરેન્દ્રભાઈ પટેલ સહિત વિભાગના અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટના પ્રતિનિધિઓ અને આસપાસના ગામના અંદાજે ૧૩૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande