પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી
માધ્યમમાં ગીત, સંગીત, નૃત્ય, ચિત્રકલાની સાથે કરાટે અને યોગાસન પણ શીખવવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ યોજાયેલ જીલ્લા કક્ષાની છઠ્ઠી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય સ્થાન પર ગુરુકુલની દીકરીઓ વિજેતા ક્રમ પ્રાપ્ત કરેલ છે. જેમાં સાક્ષીબા જાડેજા પ્રથમ નંબર, હિરવા વ્યાસ દ્વિતીય નંબર તથા હિરલ શામળાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળા તથા માતાપિતાનું ગૌરવ વધારેલ છે. આ ત્રણેય દીકરીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં વિજેતા બનેલ આ દીકરીઓને તથા તેમને તૈયાર કરેલ નિરાલીબેન ગુજરાતીને ટ્રસ્ટીઓ, આચાર્ય તથા ગુરુજનોએ અભિનંદન તથા શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya