શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્ન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરતા જામનગરના અગ્રણીઓ
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શિક્ષણસંબંધિત અગત્યના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોર, શિક્ષણ સચિવ, નાયબ સચિવ,જીસીઈઆરટી અને એસએસએના ઉચ્ચ અધિ
શિક્ષણ


જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શિક્ષણસંબંધિત અગત્યના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા સાથે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

આ બેઠકમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોર, શિક્ષણ સચિવ, નાયબ સચિવ,જીસીઈઆરટી અને એસએસએના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી મનોજભાઈ પટેલ અને ટીમે હાજરી આપી શિક્ષણ અને શિક્ષક હિતના વિવિધ મુદ્દાઓ પર રજૂઆત અને ચર્ચા કરી હતી.

જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના શિક્ષકોનો જૂથ વીમા યોજના હેઠળ રાજ્ય સરકારની યોજના મુજબ સમાવેશ કરવામાં આવે, સરકારશ્રીના ઠરાવ અને હાઇકોર્ટના ચુકાદા બાદ બાકી રહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના અંદાજિત 800 થી 1,000 જેટલા શિક્ષકોને ગ્રેડ-ફિક્સ કરવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલી હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને વર્ગ-4ની ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને નિયમિત ભરતી સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબત.દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (નગરપાલિકાઓ)માં એક-એક કેળવણી નિરીક્ષક ની જગ્યા પ્રમોશનથી ભરવા મંજૂર કરવા બાબતની ચર્ચા થઈ હતી.

આ ઉપરાંત વિદ્યા સહાયક તરીકે ફિક્સ પગાર ની નોકરીના સમયગાળાની મેડિકલ રજાઓ જમા લેવા અંગે, વ્યાયામ શિક્ષકોની ભરતી માટેની કમિટીમાં અન્ય વિષયોના શિક્ષકોની ભરતીની સમીક્ષા શિક્ષણ સેવા વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યા પર પ્રાથમિક શિક્ષકોનો અનુભવ માન્ય ગણવા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના શિક્ષકોનો વહી મર્યાદા માંથી મુક્તિ આપી સળંગ સેવાના લાભો પરીક્ષા માટે માન્ય ગણવા અંગે ચર્ચા કરાઈ હતી.

દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કાયમી વહીવટી સ્ટાફ ન ફાળવવામાં આવે ત્યાં સુધી શાળા સહાયક યોજના હેઠળ પે-સેન્ટર માટે ફાળવેલ સ્ટાફ ઉપરાંત બે સહાયક ફાળવવા મંજૂરી આપવા બાબત, ગુણોત્સવના મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની સરેરાશ હાજરી તેમજ સી.ઈ.ટી., જ્ઞાનસાધનાના ગુણાંકનની સમીક્ષા કરવા માટે કમિટીની રચના કરવામાં આવે.નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રાથમિક શિક્ષકોના મહેકમમાં શિક્ષક-વિદ્યાર્થી રેશિયો ઘટાડવા અંગે, અન્ય માધ્યમના શિક્ષકો ઉપલબ્ધ ન થતા હોય શિક્ષકોની ઘટ્ટ પુરવા વૈકલ્પિક વ્યવસ્થા અંગે તેમજ મુખ્ય શિક્ષકોની પ્રમોશન ની જગ્યા અને પ્રમોશનનો રેશિયો તેમજ અગાઉ પ્રમોશનથી વંચિત રહેલા પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રમોશન અંગે સમીક્ષા કરવા અંગે રજુઆત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande