મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) કડી શહેરમાં રોજબરોજ રસ્તા પર રખડતા ઢોરના કારણે ટ્રાફિકમાં વિક્ષેપ થતો હતો અને અવારનવાર અકસ્માતો પણ સર્જાતા હતા. આ સ્થિતિને ધ્યાને લઈને પાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઢોર પકડ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
પાલિકા કર્મચારીઓએ ઢોર પકડ માટે ગેંગના માણસોને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન ચલાવ્યું હતું. જેના પરિણામે કુલ 89 રખડતી ગાયો અને 26 આડેધડ રખડતા આખલા પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
પાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ અને ચેરમેન જયેશ પટેલ (ખોડિયાર)એ જણાવ્યું હતું કે, જાહેર માર્ગો પર ઢોર અડકીને ટ્રાફિકમાં અવરોધ ઉભો કરતું હોય છે. આવા ઢોરને દૂર કરીને શહેરમાં સલામત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ હાથ ધરા
ઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR