જામનગર જિલ્લામાં 3.41 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું કરાયું વાવેતર
જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ લગભગ 3.46 લાખ હેક્ટર પૈકી 3.31 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચુક્યુ છે.જેમાં મગફળીનુ સૌથી વધુ 2.20 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. જયારે બીજા ક્રમે કપાસનુ વાવેતર 87 હજારથી
ખેતી


જામનગર, 24 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ લગભગ 3.46 લાખ હેક્ટર પૈકી 3.31 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચુક્યુ છે.જેમાં મગફળીનુ સૌથી વધુ 2.20 લાખ હેકટરમાં વાવેતર થયુ છે. જયારે બીજા ક્રમે કપાસનુ વાવેતર 87 હજારથી વધુ હેકટરમાં રહ્યું છે. ચાલુ ચોમાસાનુ વાવેતર મહદઅંશે પૂર્ણ થયુ છે.હવે આગામી માસે એરંડા અને તુવેરનુ વાવેતર સામાન્ય રીતે કરાતુ હોય છે.

જામનગર શહેર સહિત જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ હજુ સુધી મોટા ભાગે સામાન્ય રહયુ છે.ત્યારે પ્રારંભે સારા વરસાદના કારણે ખેડૂતોએ સમયસર વાવણી કાર્યનો આરંભ કર્યો હતો.જેના પગલે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મળીને 3,31,534 હેકટરમાં વાવેતર થયુ હોવાના આંકડા પ્રાપ્ત થયા છે.જેમાં સૌથી વધુ મગફળીનુ 2,20,938 હેકટરમાં વાવેતર થયુ છે.

જયારે બીજા ક્રમે કપાસનુ 87,142 હેક્ટરમાં વાવેતર થયુ છે.તદુપરાંત તુવેર, અડદ, તલ, દિવેલા, સોયાબીન, શાકભાજી અને ધાસંચારાનુ વાવેતર થયુ છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ કાલાવડ તાલુકામાં 80,310 હેકટર પૈકી 75,653 હેકટરમાં વાવેતર થયુ છે.જયારે સૌથી ઓછુ જોડીયા તાલુકામાં 32,608 હેકટર પૈકી 32,481 હેકટરમાં વાવેતર સંપન્ન થયુ છે. અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર જિલ્લામાં છેલ્લા પાંચેક વર્ષથી સરેરાશ સૌથી વધુ મગફળીના પાકનુ વાવેતર થતુ હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT


 rajesh pande