તીર્થધામ કોટેશ્વર સહિતના કચ્છના શિવાલયોમાં, આજથી ગુંજશે હર હર મહાદેવનો નાદ...
ભુજ – કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) શુક્રવારથી દેવાદેધિદેવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. કચ્છના વિવિધ શિવાલયોમાં ભોળાનાથને ભજવાની તૈયારીઓ શરૂ થઇ છે. ભારત પાકિસ્તાનની સરહદે આવેલા લખપત તાલુકાના જાણીતા તીર્થધામ કોટેશ્વરમાં પણ ચાર પ્રહરની વિશેષ પૂજા સહિત
સરહદે આવેલા તીર્થધામ કોટેશ્વરના દર્શન


ભુજ – કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) શુક્રવારથી દેવાદેધિદેવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. કચ્છના વિવિધ શિવાલયોમાં ભોળાનાથને ભજવાની તૈયારીઓ શરૂ થઇ છે. ભારત પાકિસ્તાનની સરહદે આવેલા લખપત તાલુકાના જાણીતા તીર્થધામ કોટેશ્વરમાં પણ ચાર પ્રહરની વિશેષ પૂજા સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

તહેવારોમાં કચ્છના મહાદેવના મંદિરોમાં રહેશે ભીડ

કચ્છની સરહદે આવેલા નારાયણ સરોવર અને કોટેશ્વર તીર્થધામોમાં શ્રાવણ માસમાં વધારે ભીડ રહેતી હોય છે. અરબસાગર જેના ચરણ પખાળે છે તેવા રામાયણકાળના કોટેશ્વરમાં મહાઆરતી, સોમવાર સહિત વિશેષ શણગારના ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે. રજાના દિવસોમાં વધારે ભાવિકો મહાદેવને શીશ ઝુકાવવા આવશે તેમ મંદિરના મહંત દિનેશગિરી બાપુએ કહ્યું હતું.

ભુજના સુરલભિટ્ટ મંદિરે દર સોમવારે મેળા જેવો માહોલ

ભુજમાં ટેકરી ઉપર આવેલા સુરલભિટ્ટ જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણની શરૂઆતથી ભાવિકોની ભીડ જામવાની છે. રોજ સવારે દર્શન કરવા ઓમ નમ: શિવાય, હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. સુરલભિટ્ટમાં દર શ્રાવણી સોમવારે મેળા જેવો માહોલ હોય છે અને ભુજ ઉપરાંત આસપાસના માધાપર તથા અન્ય ગામોના લોકો પણ દર્શન કરવા પહોંચતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande