-તસ્કર લબરમુછીયાઓને કઈ હાથ ન આવતા માલમતાની ચોરી ન થતા દુકાનદારોમાં હાશકારો
-સમગ્ર જીઆઈડીસીમાં સીસીટીવી કેમેરા,સિક્યુરિટી અને પોલીસ તંત્ર માટે પડકાર
-જીઆઇડીસીની સિકયુરિટી એજન્સી સામે ઉઠ્યા સવાલો
ભરૂચ 24 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં રાત્રી દરમ્યાન તસ્કરોના ખાંખા ખોળા જોવા મળી રહ્યા છે.રહેણાંક વિસ્તારમાં આવેલ એક શોપિંગ કોમ્પ્લેક્સમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ઘણી દુકાનોના તાળા તોડયા હતા જોકે માલમતાની ચોરી થઇ હોવાનુ જાણવા મળ્યુ નહોતુ.
અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જીઆઈડીસીમાં આવેલ પારીતોષ એપાર્ટમેન્ટ તેમજ મારૂતી કોમ્પલેક્ષની મળી 15 જેટલી દુકાનોના તાળા ગત રાત્રી દરમ્યાન તૂટ્યા હતા.બે શોપિંગ કોમ્પ્લેક્સની ઘણી દુકાનમાં ચોરીના ઇરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા. આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોનુ એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી.સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ રાત્રી પેટ્રોલિંગને વધુ સધન બનાવવાની બાહેંધરી દુકાનદારોને આપી હતી.
સાગમટે આટલી દુકાનોના તાળાઓ તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી હતી. જોકે ગત રાત્રીની ઘટનામાં કોઈ માલમતાની ચોરી થવા પામી નહોતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ