મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના ખુલ્લા વિસ્તારોને આકર્ષક બનાવવાનો “સ્પેસ મેકિંગ” પ્રોજેક્ટ શરૂ થયો છે. સૌપ્રથમ ઝુલેલાલ સર્કલ નજીક 1,800 ચોરસ મીટર જગ્યાનો વિકાસ કરવામાં આવશે, જેમાં ન્યાય દેવીની પ્રતિમા, ચેસબોર્ડ, ગેટ, લાઈટિંગ અને પ્લાન્ટેશન જેવા એલાઈમેન્ટ તૈયાર થશે. રૂ.1.20 કરોડના ખર્ચે ચાર મહિનામાં આ વિસ્તાર નવું રૂપ લઈ લેશે.
મહેસાણા તાલુકા અને જિલ્લા પંચાયતના જજિસ પ્રવેશમાર્ગ આગળના બ્લોક દૂર કરી જમીન સમતળ બનાવી દેવામાં આવી છે. અહીં ટૂંક સમયમાં અલગ અલગ કેમ્પ અને એલાઇમેન્ટ તૈયાર થશે. આ વિસ્તારમાં લોકોને બેઠાકી માટે અનુકૂળ જગ્યાઓ બનાવાશે જેથી તાજગીનો અનુભવ થાય.
આ સાથે તોરણવાળી માતા ચોકને હેરિટેજ લૂકમાં અને મહાત્મા ગાંધી પ્રતિમાની આસપાસની જગ્યાને નવો ડિઝાઇન આપી વિકાસ કરવામાં આવશે. શહેરની સુંદરતામાં વધારો લાવતો આ પ્રોજેક્ટ તબક્કાવાર આગળ ધપાવાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR