મણિપુરમાં વિવિધ આતંકવાદી સંગઠનોના, અનેક આતંકવાદીઓની ધરપકડ
ઇમ્ફાલ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) મણિપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન, સુરક્ષા દળોએ વિવિધ સ્થળોએથી અનેક આતંકવાદી સંગઠનોના કાર્યકરોની ધરપકડ કરી છે. તે બધા પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા હતા અને રાજ્યમાં ખંડણી અને અન્ય ગેરક
સેના


ઇમ્ફાલ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.)

મણિપુરમાં છેલ્લા 24 કલાક દરમિયાન, સુરક્ષા દળોએ

વિવિધ સ્થળોએથી અનેક આતંકવાદી સંગઠનોના કાર્યકરોની ધરપકડ કરી છે. તે બધા

પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા હતા અને રાજ્યમાં ખંડણી અને અન્ય ગેરકાયદેસર

પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

પોલીસ પ્રવક્તાએ ગુરુવારે માહિતી આપી હતી કે,” શૈક્ષણિક

સંસ્થાઓ, સરકારી વિભાગો

અને સામાન્ય નાગરિકો પાસેથી પૈસા પડાવવાના આરોપસર કેસીપી (ટી) જૂથના બે

આતંકવાદીઓની, ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ કોંજેંગબમ કંતા મેઈતેઈ (23) અને સનાતોમ્બા અહેબમ

ઉર્ફે સના ઉર્ફે ટોમ્બા (24)

તરીકે કરવામાં

આવી છે. બંને ઇમ્ફાલ પશ્ચિમના રહેવાસી છે.”

બીજી કાર્યવાહીમાં, પ્રેપાક (પ્રો) સંગઠનના આતંકવાદી સોરોખૈબમ ઓલેન મેઇતેઈ (18) ઉર્ફે થોઇબા

ઉર્ફે ઓકનગકપાને કકચિંગના ચિરેન મયાઈ લૈઈરાકથી ધરપકડ કરવામાં આવી હતી.

દરમિયાન, કેસીપી (પીડ્બ્લ્યુંજી) સંગઠનના ઇમ્ફાલ પૂર્વના રહેવાસી સનાબમ ઇબુંગો મેતેઇ (27) ઉર્ફે લંગમ્બાની

ધરપકડ કરવામાં આવી હતી. તે ખીણ વિસ્તારમાં પેટ્રોલ પંપોમાંથી ખંડણીમાં સામેલ હતો.

તેની પાસેથી એક મોબાઇલ ફોન,

સાત કેસીપી (પીડબ્લ્યુજી) ડિમાન્ડ નોટ્સ

અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

બીજી કાર્યવાહીમાં, કેસીપી (એમસી) સંગઠનના બિષ્ણુપુર વોર્ડ નંબર 8 ના રહેવાસી

હિદાંગમયુમ નાઓચા શર્મા (35),

(હાલનું સરનામું: સાયંગ બોરી લેઈરાક) ની વેપારીઓ પાસેથી પૈસા પડાવવા બદલ ધરપકડ

કરવામાં આવી હતી.

સંયુક્ત કાર્યવાહીમાં, આરપીએફ/પીએલએ સંગઠનના સભ્ય વારીબમ અજય સિંહ (25) ઉર્ફે લૈશેમ્બા,

લેમ્પેલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોન-III ના લાંગોલ મેતેઇ લેઈરકમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય એક કાર્યવાહીમાં, તેંગનુપાલ જિલ્લાના મોરેહ પોલીસ સ્ટેશન વિસ્તારના સરહદી પીલર

73(10) અને 73(11) વચ્ચેના જંગલ

વિસ્તારમાંથી પ્રેપાકઅને પીએલએ સંગઠનો સાથે જોડાયેલા એક-એક આતંકવાદીની ધરપકડ

કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ થિંગનમ અમુજાઓ સિંહ (57) ઉર્ફે મુનાલ, કાકચિંગ ખુનોઉ

ગામ, કકચિંગ (પ્રીપાક) અને કંગજમ મોટેઆ

મેતેઈ (33) ઉર્ફે તમથૌબા, ગ્વાલતાબી લામલાઈ, ઇમ્ફાલ પૂર્વ (પીએલએ) ના રહેવાસી તરીકે

થઈ છે.

પહેલા, યુકેએનએ સંગઠન સાથે જોડાયેલા એક આતંકવાદી, બોઇથોંગ ખોંગસાઈ

(29), મોલપહી, ખુપુમ, તમેંગલોંગના

રહેવાસીને ચંડેલ, પોલીસ સ્ટેશન વિસ્તારના સુગનુ-ચંડેલ રોડમાંથી ધરપકડ કરવામાં આવી

હતી.

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સુરક્ષા દળોનું

આ ઓપરેશન સતત તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande