નવસારી, 24 જુલાઈ (હિ.સ.)-ભુજ ખાતે 21 થી 23 જુલાઈ 2025 દરમ્યાન આયોજિત ICAR-ATARI, પુણે (ઝોન-VIII) ના આઠમા ઝોનલ વર્કશોપ દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી અને તાપી ને તેમની ઉત્તમ કામગીરી માટે બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યના કુલ 91 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો વચ્ચે વર્ષ 2024 દરમ્યાન થયેલ વિસ્તરણ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન માટે ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્માના માર્ગદર્શન હેઠળ, બંને કેવિકે દ્વારા PPT મારફતે વર્ષ દરમ્યાન કરાયેલ વિસ્તરણ પ્રવૃત્તિઓ, નવીન કૃષિ ટેક્નોલોજીના અમલ અને ખેડૂત લાભ પર આಧરિત પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
વર્કશોપના અંતિમ દિવસે ICAR-ATARI પુણેના ડાયરેક્ટર ડૉ. એસ.કે. રોય દ્વારા ડૉ. સુમિત આર. સાળુંખે (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે નવસારી) અને ડૉ. સી.ડી. પંડ્યા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે તાપી/વ્યારા) ને બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ સન્માનપત્રથી Nawasari Agricultural University તરફથી અભિનંદન આપવામાં આવ્યા.
કુલપતિશ્રીએ બંને કેવિકેના વડાઓ અને તેમની ટીમને અભિનંદન પાઠવી આવનારા સમયમાં વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની શુભકામનાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે