નેત્રંગ પોલીસે બે ગામોમાંથી આંકડાનો જુગાર રમાતો ઝડપી પાડ્યો
-અરેઠી અને નેત્રંગ નોળીયા કંપનીથી આંકડા લખવાના મુદ્દામાલ સહિત બેની ધરપકડ કરી -પોલીસે આંકડા લખાતી જગ્યા પર રેડ પાડી માત્ર 910 રૂપિયાનો મુદ્દામાલ હાથ લાગ્યો +નેત્રંગ ટાઉન સહિત તાલુકામાં મોટાપાયે આંકડા લખાય છે પરંતુ ત્યાં રેડ પડતી જ નથી ભરૂચ 24 જુ
નેત્રંગ પોલીસે બે ગામોમાંથી આંકડાનો જુગાર રમાતો ઝડપી પાડ્યો


-અરેઠી અને નેત્રંગ નોળીયા કંપનીથી આંકડા લખવાના મુદ્દામાલ સહિત બેની ધરપકડ કરી

-પોલીસે આંકડા લખાતી જગ્યા પર રેડ પાડી માત્ર 910 રૂપિયાનો મુદ્દામાલ હાથ લાગ્યો

+નેત્રંગ ટાઉન સહિત તાલુકામાં મોટાપાયે આંકડા લખાય છે પરંતુ ત્યાં રેડ પડતી જ નથી

ભરૂચ 24 જુલાઈ (હિ.સ.) નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અરેઠી ગામે સ્ટેશન ફળિયામાં રહેતો શીવલાલ વસાવા તેના ઘરની પાછળના ભાગે આવેલ ખુલ્લી અડાળીમાં બેસીને આંક ફરકના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે જઇને તપાસ કરતા ખાટલા ઉપર બેસીને એક ઇસમ કંઇક લખતો હતો અને એક ઇસમ તેની પાસે કંઇક લખાવતો હતો.પોલીસ તપાસ દરમિયાન ખાટલા ઉપર બેસીને લખનાર ઇસમનું નામ શીવલાલ વસાવા હોવાનું જણાયું હતું અને તે ઇસમ આંક ફરકના આંકડા લખતો હતો. પોલીસે સ્થળ ઉપરથી આ ઇસમને આંકડા લખેલ નોટબુક, બોલપેન તેમજ રૂપિયા 450 સાથે ઝડપી લઇને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.જ્યારે આંકડાના જુગારની અન્ય ઘટનામાં નેત્રંગ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે નેત્રંગ નોળીયા કંપની ખાતેથી આંકડા લખવાના સાધનો અને રોકડા રૂપિયા 460 સાથે અરવિંદ મારવાડી રહે.નેત્રંગ નોળીયા કંપનીનાને ઝડપી લઇને તેની સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande