ભાવનગર માં 79 અધિકારી-કર્મચારીઓની બદલીઓના આદેશ જારી
ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકામાં કાર્યક્ષમતા અને વ્યવસ્થામાં સુધારો લાવવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ એક્શન મોડ અપનાવ્યો છે. તાજેતરમાં શહેરની તંગ પરિસ્થિતિ, પ્રમાણિક સેવા આપવાના દાવા છતાં જવાબદારીમાં ઘાટા અને કચરાકાંડ જેવી
ભાવનગર માં 79 અધિકારી-કર્મચારીઓની બદલીઓના આદેશ જારી


ભાવનગર 24 જુલાઈ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકામાં કાર્યક્ષમતા અને વ્યવસ્થામાં સુધારો લાવવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ એક્શન મોડ અપનાવ્યો છે. તાજેતરમાં શહેરની તંગ પરિસ્થિતિ, પ્રમાણિક સેવા આપવાના દાવા છતાં જવાબદારીમાં ઘાટા અને કચરાકાંડ જેવી ઘટનાઓના પગલે, કમિશનરે મહાનગરપાલિકાના કુલ 79 અધિકારીઓ અને કર્મચારીઓની બદલીના આદેશ આપી જાહેર કર્યું છે.

આ બદલીઓના આદેશ હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત સાફ સફાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ટેક્સ વિભાગ અને હેલ્થ વિભાગના કર્મચારીઓની કામગીરીમાં ફેરફાર લાવવામાં આવ્યો છે. કમિશનરશ્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે બેફામ કામગીરી, ઉચ્ચ પદો પર આરામથી બેઠેલા કર્મચારીઓ હવે જવાબદારીથી બચી શકશે નહીં.

વિશેષ જાણકારી મુજબ, ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરીને નવી જગ્યા પર ફરજ સોંપવામાં આવી છે. આ બદલીઓમાં તે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ વિતેલા સમયગાળામાં કાર્યક્ષેત્રમાં કઈ જ સકારાત્મક કામગીરી દર્શાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આ આદેશથી મહાનગરપાલિકા તંત્રમાં હરકમ્પ મચી ગયો છે. સાથે નાગરિકો પણ આ બદલાવને સામાન્ય જનહિતમાં લેવાયેલુ મહત્વપૂર્ણ પગલું ગણાવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ બદલીઓ શહેરના વિકાસ અને સેવાઓની ગુણવત્તા વધારવામાં કેટલી અસરકારક સાબિત થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande