પાટણના રહીશોની માંગ: જૂના પાવર હાઉસ ખાતે UGVCL કચેરી ફરી શરૂ કરો
પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના રહીશોએ જૂના પાવર હાઉસ ખાતે UGVCL સીટી-1 કચેરી ફરીથી શરૂ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આ કચેરી અગાઉ જૂના પાવર હાઉસમાં કાર્યરત હતી, જ્યાં વીજ નાણાં સ્વીકાર કેન્દ્ર અને ગ્રાહક સુવિધા ફર
પાટણના રહીશોની માંગ: જૂના પાવર હાઉસ ખાતે UGVCL કચેરી ફરી શરૂ કરો


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ શહેરના રહીશોએ જૂના પાવર હાઉસ ખાતે UGVCL સીટી-1 કચેરી ફરીથી શરૂ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આ કચેરી અગાઉ જૂના પાવર હાઉસમાં કાર્યરત હતી, જ્યાં વીજ નાણાં સ્વીકાર કેન્દ્ર અને ગ્રાહક સુવિધા ફરિયાદ કેન્દ્ર પણ ચાલતું હતું.

હાલમાં આ કચેરી ચાણસ્મા હાઈવે પર 132 કે.વી. સબ સ્ટેશનના કંપાઉન્ડમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. પરિણામે, વોર્ડ નંબર 6થી 11ના અંદાજે 18,000થી વધુ વીજ ગ્રાહકોને કચેરી સુધી પહોંચવા માટે દૂરસ્થ સ્થાન સુધી જવું પડે છે, જેના કારણે સમય અને પૈસાની અતિરેક તકલીફ સહન કરવી પડે છે.

રહીશોએ રજૂઆત કરી છે કે, વીજબિલ ભરવા કે ફરિયાદ નોંધાવવા માટે તેમને હવે રિક્ષાનું ભાડું ચુકવીને દૂર સુધી જવું પડે છે. તેથી તેમણે જૂના પાવર હાઉસ ખાતે જ વીજ પેટા વિભાગ કચેરી સહિત તમામ સુવિધાઓ ફરી શરૂ કરવાની માંગણી અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande