સુરત, 24 જુલાઈ (હિ.સ.)- શહેરના વેસુ વિસ્તારમાં રહેતી આધેડ મહિલા ગતરોજ અણુવ્રત દ્વાર પાસે ઉભી હતી ત્યારે એક બાઈક પર આવેલા ઈસમે તેમના ગળામાંથી રૂપિયા 30,000 નું સોનાનું મંગળસૂત્ર ખેંચી લઈ બાઇક પુરપાડ ઝડપે હંકારી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર મહિલાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વેસુ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે આવેલ સુમન સેલમાં રહેતા 55 વર્ષીય પુષ્પાબેન સોમાભાઈ ભંભાળે 10 તારીખ 22/7/2025 ના રોજ સાંજે 7:00 વાગ્યાના અરસામાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલ અણુવ્રત દ્વાર પાસે મેઘમર્ચન્ટ એપાર્ટમેન્ટ આગળ ઊભા હતા ત્યારે એક બાઈક પર આવેલા અજાણ્યા ચોર ઈસમે તેમની નજર ચૂકવી તેમના ગળામાંથી રૂપિયા 30,000 ની સોનાની મણી વાળું મંગળસૂત્ર ખેંચી લઈ પુરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયો હતો. હાલ તો બનાવને પગલે પુષ્પાબેનને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે