પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદરના છાયા પરિશ્રમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પડયો હતો અને ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.છાયા પરિશ્રમ સોસાયટીમાં રહેતા વિજય જયંતિલાલ ભટ્ટે પોતાના રહેણાંક મકાનમાં જુગાર ધામ શરૂ કર્યા હોવાની બાતમીન આધાર કમલાબાગ પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન મકાન માલિક વિજય જયંતિલાલ ભટ્ટે તેમજ વિમલગીરી દિલીપભાઈ ગોસ્વામી અને અનિલ મનસુખ એરડા સહિતના ત્રણ શખ્સોને રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રુ.20,730નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya