ભરૂચ જિલ્લામાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે જનાક્રોશ
-સોલાર કર્યા તેમાં સ્માર્ટ મીટર મુકાતા જનરેશનના યુનિટ પણ વીજ મીટરમાં આવી રહ્યા છે +ઉર્જા વિભાગે સ્માર્ટ મીટરનો આશરે 500 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ સ્માર્ટ ઇન્ટેલી કંપનીને આપ્યો -સ્માર્ટ મીટર એજન્સીએ ફિટ કરવાની જગ્યાએ વીજ કર્મચારીઓ કરવા જતા ધક્કે ચઢે
ભરૂચ જિલ્લામાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે જનાક્રોશ


ભરૂચ જિલ્લામાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે જનાક્રોશ


-સોલાર કર્યા તેમાં સ્માર્ટ મીટર મુકાતા જનરેશનના યુનિટ પણ વીજ મીટરમાં આવી રહ્યા છે

+ઉર્જા વિભાગે સ્માર્ટ મીટરનો આશરે 500 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ સ્માર્ટ ઇન્ટેલી કંપનીને આપ્યો

-સ્માર્ટ મીટર એજન્સીએ ફિટ કરવાની જગ્યાએ વીજ કર્મચારીઓ કરવા જતા ધક્કે ચઢે છે

+સ્માર્ટ મીટર રોજના 25 થી 55 યુનિટ વધારે બતાવતા હોવાની બૂમો પડી રહી છે

-સ્માર્ટ મીટર ટેકનીકલ ખામીયુક્ત અને કોઈપણ પ્રકારના ટેસ્ટીંગ વિના સરકારે લાવી દીધા

-સ્માર્ટ મીટર ફીટ કરવા હોય તો સરકારી અધિકારીઓ , મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરે કરો

-સ્માર્ટ મીટર એટલે ગરીબ અને મધ્યમ વર્ગને છેતરી અંધકારમાં રાખવાની પેરવી છે

ભરૂચ 24 જુલાઈ (હિ.સ.) ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા હાલમાં ચાલી રહેલા સ્માર્ટ મીટર અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેરમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર બદલવામાં આવી રહ્યા છે. તેવા ગ્રાહકોને ત્યાં રોજના વપરાશ કરતા પણ વધુ યુનિટ જેમ કે દિવસના 25 થી 55 જેટલા વધારે બતાવે છે .વીજ ગ્રાહકો આ સ્માર્ટ મીટરથી લાલઘૂમ થઈ ગયા છે .ઉર્જા વિભાગે આ સ્માર્ટ મીટરનો આશરે 500 કરોડથી પણ વધુનો કોન્ટ્રાક્ટ સ્માર્ટ ઇન્ટેલી કંપનીને આપી દીધો છે .જે મીટર દરેક વીજ કંપનીની કચેરીએ ઢગલા થઈ ગયા છે .સ્માર્ટ મીટર ફીટીંગ વીજ કંપનીના કર્મચારીઓએ કરવા પડે છે ત્યારે વીજ કંપનીએ એજન્સીના માધ્યમથી ફીટ કરાવવાના હોય પરંતુ વધારાની કામગીરી વિજ કંપનીના કર્મચારીઓને શિરે આવી ગઈ છે. જેથી ગ્રાહકો સાથે બોલાચાલી અને મારામારીના પણ બનાવો બને છે .

છેલ્લા છ મહિનામાં વીજળી બચાવવા સૂર્ય ઉર્જા યોજના અંતર્ગત લોકોએ ઘર ઉપર સોલાર કર્યા છે. તેમાં નવા સ્માર્ટ મીટર મૂકવામાં આવે છે .સ્માર્ટ મીટરના યુનિટ વધારે આવતા હોવાની બૂમ ઊઠી છે. ઘણા ગ્રાહકોને વધારાના રૂપિયા ભરવા પડતાં હોવાથી વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે જન આક્રોશ ફેલાઈ ગયો છે. સ્માર્ટ મીટરમાં સોલારનુ જનરેશન પણ વીજ કંપનીના મીટર યુનિટમાં ગણાઈ જતા હોવાથી ગ્રાહકોમાં દિવસે દિવસે સ્માર્ટ મીટરનો વિરોધનો સુર વધી રહ્યો છે. સ્માર્ટ મીટર જ આખા ટેકનીકલ ખામીયુક્ત અને કોઈપણ પ્રકારના ટેસ્ટીંગ વિના સરકારે લાવી દીધા છે. એક તો મોંઘવારીનો તેમજ મંદીનો માર સહન લોકો કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટર એ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે .વીજ કંપનીએ સ્માર્ટ મીટર નામનું ભૂત લાવીને ધુણાવ્યું છે .

વીજ કંપની તેમજ ઉર્જા વિભાગ સ્માર્ટ મીટરની ખામીઓ દૂર કરે અને ગ્રાહકોમાં નાખવામાં આવેલ ટેકનિકલ ખામી યુક્ત સ્માર્ટ મીટર કાઢી તેની જગ્યાએ ડિજિટલ મીટર ફીટ કરે અને આ સ્માર્ટ મીટર ઇન્ટેલિ કંપનીને પરત કરે તો જ આ જન આક્રોશ ઓછો થાય તેમ છે.

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી ખાતે ડીજીવિસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર બદલવા ગયા હતા ત્યારે ત્યાં સ્થાનિકો સાથે ભારે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ સંભળાવી દીધું એમએલએના ઘરે લગાવો સ્માર્ટ મીટર પહેલા પછી આવજો. આ બનાવમાં પોલીસ પણ બોલાવી પડી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

ભરૂચના ડીજીવીસીએલના એક અધિકારીએ તેના ઘરે સ્માર્ટ મીટર ફીટીંગ કરાવતા રોજના 25 થી 55 યુનિટ વધુ બતાવી રહ્યા છે. તેણે ઘણી ઉપર સુધી રજૂઆત કરી છે પરંતુ સાપે છછુંદર ગળી હોય જેવી હાલત તેમની થઈ ગઈ છે કોઈને કંઈપણ નથી શકતા અને રહી પણ નથી શકતા.

ટેલિકોમ લાઇન વાળાએ આપને 999 રૂપિયામાં આજીવન ચાલશે તેવી સ્કીમ આપી હતી પરંતુ હવે તો ત્રણ મહિના પણ નથી ચાલતું તેવી રીતે છેતરી ગયા તેમ હવે સરકાર અને વીજ કંપનીઓ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવી ગરીબ અને મધ્યમ વર્ગને છેતરી રહી છે. સ્માર્ટ મીટરમાં વપરાશ કરતાં વધુ બિલ આવે છે. એટલે ગરીબ અને મધ્યમ વર્ગ ભરી નહીં શકે તો તેને અંધારામાં રહેવાના ફરી દિવસો સરકાર લાવી રહી છે .ગરીબોનો કોઈ બેલી થતો નથી માટે સ્માર્ટ મીટર વીજ કંપનીના અધિકારીઓ ,મંત્રીઓના ઘર પર લગાવો અને તેના માટે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. પરંતુ સ્માર્ટ મીટર તો લાગવા જ ના જોઈએ .જીગ્નેશ રાણા ભરૂચ

અંકલેશ્વર નોટીફાઇડની અંદર અમુક વિસ્તારમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવેલા છે જેમકે ગણેશ પાર્કના દરેક એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લાગી ગયેલા છે. જો કોઈ સ્માર્ટ મીટર મુકવા દેતા નથી તો ગ્રાહકોને ડીજીવીસીએલના અધિકારીઓ કહે છે તમે કહેશો ત્યારે સ્માર્ટ મીટર મુકવામાં આવશે તો અલગથી ચાર્જ લેવામાં આવશે આવી રીતે દરેક ગ્રાહકોને ગભરાવે છે અને જબરજસ્તી મીટર મૂકી જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande