ધારપુર હોસ્પિટલમાં ટ્રાયકોબેઝોર (રેપુન્ઝલ સિન્ડ્રોમ)નું દુર્લભ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ
પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : સમી તાલુકાની નાયકા ગામની 22 વર્ષીય યુવતી ખોરાક ન લઇ શકવાની સમસ્યાથી પીડાતી હતી. 21-07-2025ના રોજ તેણીને વધુ તપાસ માટે જીએમઇઆરએસ હોસ્પિટલ ધારપુરના જનરલ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી. અગાઉ પાટણની હોસ્પિટલમાં સારવાર માટે પ્રય
ધારપુર હોસ્પિટલમાં ટ્રાયકોબેઝોર (રેપુન્ઝલ સિન્ડ્રોમ)નું દુર્લભ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : સમી તાલુકાની નાયકા ગામની 22 વર્ષીય યુવતી ખોરાક ન લઇ શકવાની સમસ્યાથી પીડાતી હતી. 21-07-2025ના રોજ તેણીને વધુ તપાસ માટે જીએમઇઆરએસ હોસ્પિટલ ધારપુરના જનરલ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી. અગાઉ પાટણની હોસ્પિટલમાં સારવાર માટે પ્રયાસ થયા હતા પણ નિષ્ફળ ગયા બાદ તેઓ ધારપુર આવ્યા. તપાસ દરમિયાન જણાયું કે મહિલાને વાળ ખાવાની આદત છે અને તેમાંથી ટ્રાયકોબેઝોર નામની દુર્લભ બીમારી (જેને રેપુન્ઝલ સિન્ડ્રોમ પણ કહે છે) થયા છે.

ડૉક્ટરો દ્વારા લેબોરેટરી, એક્સ-રે, સોનોગ્રાફી અને સિટી સ્કેન કરીને જાણવું મળ્યું કે વાળનું મોટું ગુંચળું તેના નાના આંતરડામાં ફસાયું છે, જેના કારણે આંતરડાનું અવરોધ સર્જાયું હતું. આ દુર્લભ અને જટિલ સર્જરી માટે 24-07-2025ના રોજ ઓપરેશન હાથ ધરાયું. ઓપરેશનમાં ડૉ. જયેશ ગોહેલની આગેવાની હેઠળ ડૉ. આકાશ અગ્રવાલ, ડૉ. મિતુલ પટેલ, ડૉ. દિપેન જોશી અને ડૉ. અનુરાગ દિક્ષિતે ભાગ લીધો. એનસ્થેસિયા વિભાગમાંથી ડૉ. દિક્ષિત મોઢ અને તેમની ટીમે સહકાર આપ્યો.

લગભગ 2 થી 2.30 કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન મહિલાના આંતરડામાંથી લગભગ 20 સે.મી. લાંબી વાળની ગાંઠ સફળતાપૂર્વક કાઢી લેવામાં આવી. ઓપરેશન બાદ મહિલા પીડામુક્ત બની છે અને તંદુરસ્ત જીવન તરફ આગળ વધી રહી છે. ગુજરાતના મેડિકલ ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ ઘટના છે, ખાસ કરીને રેપુન્ઝલ સિન્ડ્રોમ જેવી દુર્લભ સ્થિતિમાં સફળ સર્જરીની દ્રષ્ટિએ.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande