વિજાપુર–આંબલિયાસણ રેલવે રૂટ પર વસાઈ ફાટક પાસે રેલવે ટ્રેકનું નવીનીકરણ, વાહનચાલકો માટે હાલ મુશ્કેલીજનક સ્થિતિ
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર–આંબલિયાસણ રેલવે રૂટ પર આવેલા વસાઈ ફાટક પર રેલવે વિભાગ દ્વારા મંગળવારની મધરાતે રેલલાઇનના કાર્યને લઇ ચાર કલાક સુધી વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. રાત્રિના સમયે ટ્રાફિક ઓછો હોય છે, એ હેતુસર કામ
વિસનગરના ડાલીસણા-જોરાપુરા રોડ પર ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ


મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર–આંબલિયાસણ રેલવે રૂટ પર આવેલા વસાઈ ફાટક પર રેલવે વિભાગ દ્વારા મંગળવારની મધરાતે રેલલાઇનના કાર્યને લઇ ચાર કલાક સુધી વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. રાત્રિના સમયે ટ્રાફિક ઓછો હોય છે, એ હેતુસર કામ માટે આ સમયપટ્ટી પસંદ કરવામાં આવી હતી.

નવું રેલવે ટ્રેક બીછાવ્યા પૂર્વે ફાટક વિસ્તારમાં જમીનને સમતળ કરવામાં આવી હતી, ત્યારબાદ પથ્થર બિછાડવામાં આવ્યા અને પછી નવી રેલલાઇન સ્થાપિત કરવામાં આવી. ઉપરાંત, નવી રેલલાઇન સાથે અનુકૂળ સંચાલન માટે ફાટક પર નવા સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે, જેથી રેલવે વ્યવસ્થામાં સમયસર સંકેતો મળી શકે અને સુરક્ષા વધે.

મહેસાણા-વિજાપુર વચ્ચે ચાલતો હયાત સ્ટેટ હાઇવે હવે નવી રેલલાઇનની તુલનાએ નીચે પડી ગયો છે. નવી લાઇનની ઊંચાઈ વધારે થઈ હોવાને કારણે ટ્રેકના બંને બાજુએ ઉબડખાબડ અને તાત્કાલિક બનાવી દેવાયેલા ઢાળવાળા રસ્તા બનાવવામાં આવ્યા છે.

આ કારણે વાહનચાલકોને અહીંથી પસાર થતી વેળાએ વાહન ધીમી ગતિએ ચલાવવું પડે છે. અત્યારે સ્થિતી કામચલાઉ છે અને ત્યાં કોઈ પણ દુરઘટના ન બને તે માટે તાકીદે યોગ્ય લેબલિંગ, સાઈનબોર્ડ અને યોગ્ય ઢાળવાળો પાકો માર્ગ તૈયાર કરવાની માંગ ઉઠી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande