કુબેરજી પ્લાઝોમાંથી ઠગબાજ વેપારીઓનું 16.41 લાખમાં ઉઠમણું
સુરત, 24 જુલાઈ (હિ.સ.)- સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. કાપડ દલાલ મારફતે બે વ્યક્તિઓએ રૂપિયા 16.41 લાખનો માલ લીધા બાદ પૈસા નહીં ચૂકવી દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ આ
કુબેરજી પ્લાઝોમાંથી ઠગબાજ વેપારીઓનું 16.41 લાખમાં ઉઠમણું


સુરત, 24 જુલાઈ (હિ.સ.)- સરથાણા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગબાજ ઈસમો ભેટી ગયા હતા. કાપડ દલાલ મારફતે બે વ્યક્તિઓએ રૂપિયા 16.41 લાખનો માલ લીધા બાદ પૈસા નહીં ચૂકવી દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે વરાછા પોલીસ વખતમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને સરથાણા વિસ્તારમાં વીંટીનગર રોડ પર સેલિબ્રેશન હોમ્સમાં રહેતા મનીષભાઈ મુન્નાભાઈ કનુભાઈ કચ્છી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ 2025 ના જાન્યુઆરી મહિનામાં કાપડ દલાલ વિવેકભાઈ હસમુખભાઈ શિંગાળા (રહે સદગુરુ આશ્રમ રોડ વાંસવાડા, રાજકોટ) મારફતે બે વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. જેમાં વરાછા ઉમરવાડા ન્યુ બોમ્બે માર્કેટ ની પાછળ આવેલ કુબેરજી પ્લાઝોમાં દુકાન ધરાવતા દિપક શુક્લાએ શ્રી ઇન્ટેક્સ ના પ્રોપાટર તરીકે ઓળખ આપી કુબેરજી પ્લાઝોમાં દુકાન ભાડે રાખી હતી. ત્યારબાદ તેમની સાથે અતુલકુમાર રજનીકાંત સોની પણ વહીવટ કરતા તરીકે હોવાનું વેપારીને જણાવ્યું હતું. બાદમાં કાપડ દલાલ વિવેકભાઈએ દિપક શુક્લા અને અતુલ કુમાર સોની બંને સારા વેપારી હોવાની ઓળખ આપી વિશ્વાસ ઉભો કરાવ્યો હતો અને બાદમાં મનીષભાઈ પાસેથી તારીખ 8/1/2025 થી તારીખ 11/1/2025 સુધીના સમયગાળા દરમિયાન મનીષભાઈની મીત ઇમ્પેક્ષ ફોર્મના અલગ અલગ બિલ માંથી તેઓની શ્રી ઇમ્પેક્સ ફોર્મમાં કુલ રૂપિયા 17.95 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી કર્યો હતો. ત્યારબાદ તેઓને માત્ર રૂપિયા 1.54 લાખના રૂપિયા આપી બાકીના રૂપિયા 16.41 લાખ નહીં આપી દુકાન બંધ કરી પલાયન થઈ ગયા હતા. જેથી મનીષકુમારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande