મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : વિસનગરના એસ.એચ.થી ડાલીસણા-જોરાપુરા રોડ Km. 0/000 થી 4/280 વચ્ચે જોરાપુરા તરફ 400 મીટરે નવીન સ્લેબ ડ્રેઈનની કામગીરી શરૂ થવાને કારણે હાલની હયાત સ્લેબ ડ્રેઈન ભારે વાહનો માટે જોખમી હોવાને પગલે ત્યાંથી અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આથી મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે. જેગોડા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચે મુજબના રૂટ ડાયવર્ટ રહેશે:
1. સતલાસણા તરફથી આવતા ભારે વાહનો માટે – ડભોડા-વરેઠા-સુદાસણા-ડભાડથી ખેરાલુ તરફ,2. વરેઠા થી જોરાપુરા તથા ડાલીસણા તરફ નાના વાહનો માટે રૂટ ચાલુ રહેશે.
જાહેરનામાના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ 131 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 223 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રૂટ ડાયવર્ઝન અને વ્યવસ્થાપન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), મહેસાણા દ્વારા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR