પોરબંદરના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે અનેક સ્પર્ધઓ યોજાશે.
પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદરની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જાહેર જનતા માટે હંમાશા કાર્યરત રહેતી સંસ્થા “ભાગ્યવિજય હિંમતાલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ઉજવાશે પોરબંદરના 1036 માં સ્થાપના દિવસની ઉજવણી રૂપે અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આ
પોરબંદરના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે અનેક સ્પર્ધઓ યોજાશે.


પોરબંદર, 24 જુલાઈ (હિ.સ.)પોરબંદરની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જાહેર જનતા માટે હંમાશા કાર્યરત રહેતી સંસ્થા “ભાગ્યવિજય હિંમતાલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ઉજવાશે પોરબંદરના 1036 માં સ્થાપના દિવસની ઉજવણી રૂપે અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીની વિગતો આપતા સંસ્થાના પ્રમુખ નીરવભાઈ દવેએ જણાવ્યું હતું કે, સમસ્ત પોરબંદર-વાસીઓ માટે ગૌરવની ક્ષણ એટલે આપણા પોરબંદરનો સ્થાપના દિવસ, અને આ 1036 માં સ્થાપના દિન નિમિતે સમસ્ત પોરબંદર વાસીઓને તેનો લાભ મળી રહે તેના માટે વિવધ કાર્યોકર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. નિરવભાઈ દવે અને તેમની સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.03-08-2025 થી તા.08-08-2025 સુધી રોજ અલગ-અલગ સ્પર્ધાઓ યોજાશે અને તા.09-08-2025 ના રોજ પોરબંદર સ્થાપના દિને સવારે પોરાઈ માતાજીના મંદિરે મહાઆરતી સાંજે સુદામા ચોક ખાતે સાંસ્કૃતિક અને સ્ટેજ કાર્યક્રમો ત્યારબાદ રાત્રીના સુદામા ભગવાન મંદિર ખાતે મહાઆરતી અને અંતમાં મહા-આતશબાજી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખ આપતા નીરવભાઈએ જણાવ્યું હતું કે, પોરબંદરના સ્થાપના દિવસની ઉજવણી નિમિતે ડ્રોઈંગ સ્પર્ધા (હેરીટેજ પોરબંદર વિષય પર આધારિત ચિત્રોની સ્પર્ધા), શોર્ટ ફિલ્મ અને રીલ્સ સ્પર્ધા (આધુનિક યુગનું વિકસિત પોરબંદરના વિષય પર આધારિત), કરાઓકે સીંગીંગ સ્પર્ધા (માત્ર ગુજરાતી અને અંગ્રેજી ગીતો પર આધારિત) તેમજ કવીઝ કોમ્પીટેશન ઑન પોરબંદર (પોરબંદરના વિષયો પર આધારિત પ્રશ્નોતરી સ્પર્ધા) અને ટ્રેડિશનલ પર્ફેક્ટ મેચિંગ (ફક્ત બહેનો માટે જેમાં પરફેક્ટ ડ્રેસ મેચિંગ હોવું જરૂરી છે) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં પોરબંદરની તમામ શાળા, કોલેજ તથા આઈ.ટી.આઈ અને ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરતા અને 10 વર્ષ થી 35 વર્ષ સુધીના તમામ યુવક-યુવતીઓ માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવશે, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ઉમેદવારોને પ્રમાણપત્ર તથા પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તા.09-08-2025 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાના જીવન આધારીત નાટક, ભારતીય નૃત્યો સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande