પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : સિધ્ધપુર નગરપાલિકા ધ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ તથા અન્ય યોજનાકીય ગ્રાન્ટ ના કામો અંતર્ગત પ્રાદેશિક કમિશનર પી.એમ.પટેલ , નગરપાલિકાઓ, ગાંધીનગર ઝોન, ગાંધીનગર ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. સમીક્ષા અંતર્ગત ના શહેરમાં ચાલતા કામો મુખ્યત્વે રોડ રીસર્ફેસીંગ ના કામોની કામગીરી દરમિયાન તેમના ધ્વારા મુલાકાત લેવામાં આવી.
આ ઉપરાંત આ દરમિયાન પાણી ના કલોરીનેશન નો ટેસ્ટ કરવામાં આવ્યો. શહેરમાં ચાલતી સફાઈના કામોની સમીક્ષા કરવા ઉપરાંત શહેરના જર્જરિત મકાનો/મિલકતો સંબંધિત, તેમજ ચોમાસા દરમિયાન માર્ગ પર પડેલ ખાડાઓ ની સમસ્યા ને નિરાકરણ અર્થે તાકીદે પગલા લેવા તેઓ ધ્વારા સુચનાઓ આપવામાં આવી. શહેર માં તેમની મુલાકાત દરમિયાન ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી, પ્રાદેશિક કમિશનરની કચેરી, ગાંધીનગર, સિધ્ધપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી કૃપેશભાઈ પટેલ, મ્યુનીસિપલ ઈજનેર વૈભવભાઈ ચૌહાણ, એસ આઈ સહરભાઈ દેસાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર