પાટણમાં દશામાના વ્રતની પરંપરાગત આરાધના
પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ સહિત રાજ્યભરમાં દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભાવે થઈ રહ્યો છે. પાટણ શહેરમાં પટણી સમાજની મહિલાઓ દશામાને અનોખી રીતે આરાધે છે. પરંપરા મુજબ, મહિલાઓ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે અને પવિત્ર સરસ્વતી નદીના કિનારે
પાટણમાં દશામાના વ્રતની પરંપરાગત આરાધના


પાટણ, 24 જુલાઈ (હિ.સ.) : પાટણ સહિત રાજ્યભરમાં દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભાવે થઈ રહ્યો છે. પાટણ શહેરમાં પટણી સમાજની મહિલાઓ દશામાને અનોખી રીતે આરાધે છે. પરંપરા મુજબ, મહિલાઓ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે અને પવિત્ર સરસ્વતી નદીના કિનારે એકત્ર થાય છે.

મહિલાઓ ત્યાં માટીના દસ લાડુ બનાવી તેના પર અબીલ, ગુલાલ અને કંકુનો અભિષેક કરીને વિશિષ્ટ પૂજા કરે છે. પાટણના અગ્રણી પેન્ટર પ્રકાશ પટણીએ જણાવ્યુ કે આ વિધિ છેલ્લા 50 વર્ષથી ચાલે છે. તેમણે કહ્યું કે જેમ નવદુર્ગાના નવ રૂપ અને આઠબાઈના આઠ રૂપ હોય છે, તેમ દશામાના દસ રૂપ હોય છે.

નદી કિનારે લાડુની પૂજા પૂર્ણ કર્યા બાદ મહિલાઓ ઘરે પરત ફરી દશામાની મૂર્તિ સ્થાપિત કરે છે અને કુંભની વિધિવત પૂજા સાથે વ્રતની શરૂઆત કરે છે. આ રીતે પાટણના પટણી સમાજમાં દશામાના વ્રતનો ભક્તિભાવપૂર્વક આરંભ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande