ઓલપાડના ભડોલ, નેશ અને ટકારમાં ગામે નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ
સુરત, 24 જુલાઈ (હિ.સ.)-રાજ્યસરકાર દ્વારા રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ઓલપાડ તાલુકાના ભડોલ, નેશ અને ટકારમાં ગામે ને
ઓલપાડના ભડોલ, નેશ અને ટકારમાં ગામે નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ


સુરત, 24 જુલાઈ (હિ.સ.)-રાજ્યસરકાર દ્વારા રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં

પ્રાકૃતિક કૃષિને વેગવંતી બનાવવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના

કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ઓલપાડ તાલુકાના ભડોલ, નેશ અને

ટકારમાં ગામે નેચરલ ફર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. આ

તાલીમમાં કૃષિ સખી અને CRP( કોમ્યુનીટી રિસોર્સ પર્સન) દ્વારા ખેડૂતોને ‘પ્રાકૃતિક

કૃષિ’ અને તેના અઢળક ફાયદા વિષે માહિતગાર કરવામા આવ્યા હતા.

ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયમો વિશે

સમજૂતી આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન અપાયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande