તેલંગાણામાં ઓબીસી માટે 42 ટકા અનામતની ભલામણ પર, રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે: ખડગે
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) તેલંગાણા સરકારે રાજ્યમાં હાથ ધરાયેલા સામાજિક-આર્થિક સર્વેના આધારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 42 ટકા અનામતની ભલામણ કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લ
ખ્દાગે


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) તેલંગાણા સરકારે રાજ્યમાં હાથ ધરાયેલા

સામાજિક-આર્થિક સર્વેના આધારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં

અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે 42 ટકા અનામતની

ભલામણ કરી છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે તેમના X હેન્ડલ દ્વારા આ

નિર્ણય પર ખુશી વ્યક્ત કરી.

તેમણે કહ્યું કે.” તેલંગાણાએ જે વૈજ્ઞાનિક અને વ્યાપક રીતે

સર્વે હાથ ધર્યો છે તે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની શકે છે. આ આધારે, રાજ્ય સરકારે ઓબીસીમાટે 42 ટકા અનામતની

ભલામણ કરી છે, જે હવે ભારતના

રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહી છે.”

તેમણે તેને સામાજિક ન્યાય, સમાનતા અને નબળા વર્ગોના સશક્તિકરણ માટે

કોંગ્રેસ પાર્ટીના નવા આંદોલનની શરૂઆત તરીકે વર્ણવ્યું. ખડગેએ લખ્યું કે,” રાહુલ

ગાંધીના નેતૃત્વમાં ન્યાય માટેની લડાઈ દાયકાઓથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ

સમુદાયોને મજબૂત અવાજ આપી રહી છે.”

તેમણે કહ્યું કે,” ભારતની વસ્તીનો મોટો ભાગ હોવા છતાં, આ સમુદાય

ન્યાયતંત્ર, અમલદારશાહી, કોર્પોરેટ અને

ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વથી વંચિત છે.” ઉદાહરણ આપતા તેમણે કહ્યું

કે,” સંસદમાં આપેલા તાજેતરના જવાબ મુજબ, કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રોફેસર પદો માટે ઓબીસી શ્રેણીની 80 ટકા અને એસટીશ્રેણીની 83 ટકા જગ્યાઓ ખાલી છે.”

ખડગેએ કહ્યું કે,” દેશભરમાં જાતિ વસ્તી ગણતરી થવી જોઈએ અને

અનામતની 50 ટકા મર્યાદા દૂર

કરવી જોઈએ.” તેમણે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા જાતિ સર્વેક્ષણને

જાહેર દબાણ હેઠળ લેવામાં આવેલ નિર્ણય ગણાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande