મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રીની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કક્ષાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા મહેસાણામાં “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલ આ કાર્યક્રમની અધ્યક્ષતા મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલ અરજદારો દ્વારા જમીન માપણી, દબાણ, રીસર્વે, ઓ.એન.જી.સી.માં જમીન સંપાદન અને વળતર જેવી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. કુલ ૭૨ પ્રશ્નો વિવિધ વિભાગો સમક્ષ રજૂ થયા હતા, જેને કલેક્ટરએ જાતે સાંભળી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. કલેક્ટર એ અધિકારીઓને દર્દીભાવથી કામ કરીને પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક અને ન્યાયસંગત ઉકેલ લાવવા શિસ્તભર્યું માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR