ભુજ – કચ્છ, 24 જુલાઇ (હિ.સ.) : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુરુવારે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો. કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી. સંવેદનશીલ અભિગમ સાથે સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.
પોલીસ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી?
એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી. મંત્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પરિણામે, માત્ર એક કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ. આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA