પાટણ પીએમ આવાસ યોજના 1.0માં 1165 પૂર્ણ, 2.0માં 219 ફાઈલો મંજૂરીની પ્રતીક્ષામાં
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-URBAN) 1.0 હેઠળ કુલ 1379 અરજીઓમાંથી 132 લાભાર્થીઓ રદ થયા છે અને બાકીના 1247 લાભાર્થીઓના ત્રિપક્ષીય કરાર થયા છે તેમજ તેમના મકાનો જીઓ-ટેગ કરાયા છે. તમામ 1247 લાભાર્થીઓને રૂ. 30 હજારનો પ્
પાટણમાં સ્વચ્છતા મિશન અંતર્ગત કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-URBAN) 1.0 હેઠળ કુલ 1379 અરજીઓમાંથી 132 લાભાર્થીઓ રદ થયા છે અને બાકીના 1247 લાભાર્થીઓના ત્રિપક્ષીય કરાર થયા છે તેમજ તેમના મકાનો જીઓ-ટેગ કરાયા છે.

તમામ 1247 લાભાર્થીઓને રૂ. 30 હજારનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો છે. રૂ. 45 હજારનો બીજો હપ્તો 1227ને, રૂ. 55 હજારનો ત્રીજો હપ્તો 1220ને, રૂ. 1 લાખનો ચોથો હપ્તો 1190ને, રૂ. 70 હજારનો પાંચમો હપ્તો 1185ને અને રૂ. 50 હજારનો છઠ્ઠો હપ્તો 1115 લાભાર્થીઓને ચૂકવાયો છે.

BLC (Beneficiary Led Construction) ઘટક હેઠળ પાટણ ફેઝમાં 1247 લાભાર્થીઓના DPR મંજૂર થયા છે, જેમાંથી 1165 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે અને 53 મકાનોનું કામ જૂન 2025 સુધીમાં પ્રગતિ પર છે.

PMAY 2.0 હેઠળ પાટણ શહેરમાં 311 ઓનલાઇન અરજીઓ મળી છે. તેમાંમાંથી 219 અરજીઓની મંજૂરી માટે એફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં મોકલવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ પાટણ નગરપાલિકાની PMAY કચેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

11 જુલાઈ 2025ના રોજ પાટણ ખાતે યોજાયેલી 'દિશા' બેઠકમાં આ માહિતી સાંસદ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં પીએમ સ્વનિધિ યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી, જેમાં શહેરના 1505 ફેરિયાઓ સર્વે દરમિયાન અને 1282 એલઓઆર દરમિયાન ઓળખાયા હતા.

પીએમ સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓને ત્રણ ફેઝમાં લોન સહાય આપવામાં આવે છે – પ્રથમ ફેઝમાં રૂ. 10 હજાર, બીજા ફેઝમાં રૂ. 20 હજાર અને ત્રીજા ફેઝમાં રૂ. 50 હજાર. આ યોજનામાં લક્ષ્યાંક મુજબ પ્રથમ ફેઝમાં 2738 સામે 1950, બીજા ફેઝમાં 611 સામે 967 અને ત્રીજા ફેઝમાં 82 સામે 239 અરજીઓ મંજૂર થઈ છે. જૂન 2025 સુધીમાં કુલ 3156 લાભાર્થીઓને રૂ. 4.43 કરોડની લોન સહાય મંજૂર થઈ છે. આ યોજના 2020થી પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા દ્વારા અમલમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande