ધારપુર હોસ્પિટલમાં 13 વર્ષના બાળકના ગળામાંથી 2 રૂપિયાનો સિક્કો સુરક્ષિત રીતે બહાર કાઢાયો
પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના બાલીસણા ગામના 13 વર્ષના આતિફ આરીફભાઈ શેખે રમતા રમતા 2 રૂપિયાનો સિક્કો ગળી જતાં ગળામાં દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જણાયા હતા. તેને તાત્કાલિક ધારપુરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હત
ધારપુર હોસ્પિટલમાં 13 વર્ષના બાળકના ગળામાંથી 2 રૂપિયાનો સિક્કો સુરક્ષિત રીતે બહાર કાઢાયો


પાટણ, 25 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના બાલીસણા ગામના 13 વર્ષના આતિફ આરીફભાઈ શેખે રમતા રમતા 2 રૂપિયાનો સિક્કો ગળી જતાં ગળામાં દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જણાયા હતા. તેને તાત્કાલિક ધારપુરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઇમરજન્સી વિભાગે તરત જ તેને કાન, નાક અને ગળાના (ઈ.એન.ટી.) વિભાગમાં દાખલ કર્યો હતો. તપાસમાં અનનળીના ઉપરના ભાગમાં ધાતુનો સિક્કો ફસાયો હોવાનું એક્સ-રેમાં ખુલ્યું હતું.

બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, ડીન ડૉ. હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ ડૉ. નઝમાબેન સેલિયા, ડૉ. વંદિત શાહ, ડૉ. ધ્રુવરાજ પટેલ અને ડૉ. પિયુષ પટેલની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. મહંમદ ચૌહાણ અને ડૉ. આશિષ ઘેડિયાની સહાયથી મધ્યરાત્રિએ તાત્કાલિક ઓપરેશન કર્યું. એન્ડોસ્કોપની મદદથી ગણતરીની મિનિટોમાં અનનળીમાં ફસાયેલો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો.

આ સફળ ઓપરેશન માટે દર્દીના પરિવારજનો ત્વરિત અને કુશળ તબીબી સારવાર બદલ ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો. ડૉ. હાર્દિક શાહના નેતૃત્વ હેઠળ ઈ.એન.ટી. વિભાગમાં આધુનિક સાધનો અને પૂરતી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. જાહેર જનતાને વધુ સારી સારવાર મળે તે માટે હોસ્પિટલ તંત્ર સતત પ્રયાસ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande