પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.) : ગાંધીભૂમિ પોરબંદરને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. ચાર જેટલા શખ્સોએ સગીરાને કેફી પીણુ પીવડાવ્યા બાદ તેમની પર સામુહિક દુષ્કર્મ આચરતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા હતા જેમા બે આરોપી પોલીસના સંકજામાં આવી ગયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.પોરબંદરમાં એક સગીરાને નાસ્તો કરવાનુ કહી લલચાવી ફોસલાવી સફારી કારમા અપહરણ કરી આરોપી જયરાજ દિલિપભાઈ સુંડાવદરા, મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ, રાજુ લખમણભાઇ મુળસીયા અને મેરૂ જેઠાભાઈ સિંધલ કાળા કલરની ફોર વ્હીલમાં સગીરાને કેફી પીણુ પીવડાવી વૃદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ જયરાજ, મલ્હાર અને રાજુ એમ ત્રણ શખ્સોએ વરાફરતી દુષ્કર્મ કર્યુ હતુ એટલુ જ નહિં નરાધમોએ સગીરાને હાથ અને પગના ભાગે સીગારેટના ડામ દઇ ઈજા પહોંચાડી હતી ત્યાર બાદ મલ્હાર અને રાજ ફોર વ્હીલમાં પોરબંદરની ચોપાટી ખાતે લઈ ગયા હતા ત્યાં ગામમાં લઇ સગીરાને લીંબુ પાણી પીવડાવ્યા બાદ ફરી ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાર બાદ સગીરનો તેમના ઘરે મુકી આવ્યા હતા આ બનાવમાં ચાર શખ્સો સામે ઉદ્યોગનગર પોલીસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.
પોલીસ તપાસમાં ચાર આરોપોઓના નામ પોલીસે જાહેર કર્યા જેમા જયરાજ દિલીપભાઈ સુડાવદરા,મલ્હારસિંહ રધુવીરસિંહ ચૌહાણ, મેરૂ જેઠા સિંધલ અને રાજુ લખમણ મુડીસીયાનો સમાવેશ થાય છે. પોરબંદરના દુષ્કર્મ કેસમાં ગ્રામ્ય ડિવાયએસપી ધ્રુવલ સુતરીયા એ એવુ જણાવ્યુ હતુ તા.22 જુલાઇના રોજ એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચારવામાં આવ્યુ હતુ જેમા કુલ ચાર આરોપી સામે ફરીયાદ નોધવામાં આવી છે .આ કેસમા પોલીસે સંડોવાયેલા આરોપીને શોધવા બે ટીમ બનાવમાં આવી છે બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે આ કેસમાં સ્થળ પંચનામુ કરવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya