પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર નજીકના શ્રીનગર ખાતે જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી છ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા પોરબંદર નજીકના શ્રીનગર ગામે વણકા સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમતા દેવશી કચરા વિકમા, નટુ કાના વિકમા, ડાયા કચરા વિકમા, હરિશ રાણા વિકમા, હેમંત હમીર વિક્રમા અને નાનાજી રાણા વિકમાને જુગાર રમતા એલસીબીએ ઝડપી રૂ.11,950નો મુદામાલ કબ્જે કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya