પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર ર્કિતિમંદિર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા શૈલેષ રામજી ઢાંકેચા, દિપક માવજી ઝાલા,દિનેશ ગોવિંદ હરખાણી, જીજ્ઞેશ માધા ઝાલા, રવિ ગોવિંદ પુનાણી, રાજેશ ઉર્ફે રાજુ કાલીદાસ પરમાર અને નારણ સોમાભાઈ પરમાર સહિતના સાત શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.11,030નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya