પાટણમાં સ્વચ્છતા મિશન અંતર્ગત, કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ ખાતે યોજાયેલી દિશા સમિતિની બેઠકમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા જૂન-2025 સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં માહિતી મળતાં જાણવા મળ્યું કે ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સેન્ટર
પાટણમાં સ્વચ્છતા મિશન અંતર્ગત કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.


પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ ખાતે યોજાયેલી દિશા સમિતિની બેઠકમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા જૂન-2025 સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં માહિતી મળતાં જાણવા મળ્યું કે ઊંઝા ત્રણ રસ્તાથી બ્રહ્માકુમારી સેન્ટર સુધીના બે કિ.મી.ના માર્ગને નિર્મળ પથ તરીકે વિકસાવવા માટે 20 માર્ચ 2025થી વર્ક ઓર્ડર અપાયો છે અને આ કામ હાલમાં ચાલુ છે.

શહેરમાં સુકા અને ભીના કચરાના પ્રોસેસિંગ માટે 60 TPD ક્ષમતા ધરાવતો પ્લાન્ટ હાલ કાર્યરત છે. વધારાના 40 TPD પ્લાન્ટ માટે એપ્રિલ-2025માં ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પણ 21% જેટલો વધુ ભાવ આવતાં મે-2025માં વડી કચેરીમાં દરખાસ્ત મોકલાઈ છે. પ્લાન્ટ માટે અંદાજિત ખર્ચ ₹4.55 કરોડ છે.

પાટણમાં કુલ 17 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) માટે તાંત્રિક અને વહીવટી મંજૂરી મળી ગઈ છે. તેમાંથી 15 સ્થળે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીના બે સ્થળે કામગીરી ચાલુ છે. શહેરના વિવિધ પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

લેગસી વેસ્ટના નિકાલ માટે નગરપાલિકાની માખણીયા પરાની ડમ્પ સાઇટ પર 1,89,099 મેટ્રિક ટન જૂના કચરાના નિકાલ માટે દરખાસ્ત માર્ચ-2025થી વડી કચેરીને મોકલવામાં આવી છે. ખાસ કરીને માખણીયા વિસ્તારમાં જમા થયેલા મોટા કચરાના જથ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સમયસર નિકાલ માટે ઉપાયો શોધવાની જરૂર જણાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande