ભાવનગર 25 જુલાઈ (હિ.સ.) ભાવનગર જવેલર્સ સર્કલ નજીક અકસ્માત નિષ્ક્રિય પોલીસ સામે નારાજગી
ભાવનગર શહેરના વ્યસ્ત વિસ્તારોમાંના એક એવા જવેલર્સ સર્કલ નજીક આજે ઉકાળ ભરેલો દ્રશ્ય સર્જાયો જ્યારે એક ટ્રક અને ઇલેક્ટ્રિક બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ઘનવસ્તી અને વાહનવ્યવહારભરેલા વિસ્તારમાં ટ્રક ચાલકે બેદરકારીભર્યા રીતે ઇલેક્ટ્રિક બાઇકને અડફેટે લેતાં બાઇક ચાલક તથા તેની સાથે બેઠેલા બાળકને ઈજા પહોંચી. લોકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇલેક્ટ્રિક બાઇકનો બુકડો થઇ ગયો હતો.
અકસ્માત પછી તાત્કાલિક લોકોએ ઘાયલને મદદ પહોંચાડી અને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાસ્થળે આસપાસના લોકોએ ટોળા ભેગા કરી લેવાયા હતા અને ટ્રક ચાલક વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોનું આક્ષેપ છે કે નજીક જ પોલીસ ચોંકી હોવા છતાં પોલીસના જવાનો ઘટનાને પગલે કોઈ તાત્કાલિક કાર્યવાહી કરતા જોવા મળ્યા નહોતા.
આજની ઘટનાએ ફરીથી વાહનચાલકોની બેદરકારી તથા ટ્રાફિક વ્યવસ્થાની ઢીલાશાઈને પ્રકાશમાં મૂકી છે. સ્થાનિક નાગરિકોએ માંગ ઊઠાવી છે કે આવા ગુજારોવાળા વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ વધારે સઘન બનાવવું જોઈએ અને પોલીસની જવાબદારી નક્કર રીતે નિભવવી જોઈએ. તથા પીડિત પરિવાર માટે યોગ્ય સહાય અને ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai